Face of Nation 30-12-2021: મુંબઈમાં વધતાં કોરોનાનાં કેસોએ નવા વર્ષની ઉજવણીના રંગમાં ભંગ પાડયો છે. નવા વર્ષની ઉજવણી અગાઉ આજે કેસ સંખ્યામાં તોતિંગ ઉછાળો આવતા જ ફરી મુંબઈમાં પગલાં લેવાની ફરજ પડી હતી.
મુંબઈમાં કોરોના કેસ એક જ દિવસમાં ડબલ થઈ જતાં ત્યાં સેકશન 144 લાગુ કરવાની ફરજ પડી હતી. જે 7 જાન્યુઆરી સુધી લાગુ રહશે. કોરોના વાયરસના વધતાં કેસ અને ઓમિક્રોન વેરિયન્ટના કારણે હવે મુંબઈમાં 2,510 નવાં કેસ સામે આવ્યા હતા. જે જોતાં સરકારને મુંબઈમાં 144 કલમ લાગુ પાડવાની ફરજ પડી છે. મુંબઈમાં 7 જાન્યુઆરી સુધી લાગુ રહેવાના કારણે નવા વર્ષની ઉજવણી પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
Omicron વેરિયન્ટના ખતરા વચ્ચે દેશમાં કોરોનાનાં કેસમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 13,154 કોરોનાનાં કેસ નોંધાયા છે. જે સરખામણી કરી તો ગઇકાલ કરતાં 43 ટકા વધારે છે. ગઈકાલે 9 હજાર જેટલા કેસ નોંધાયા હતા. જે આજે સીધા 13 હજારથી ઉપર પહોંચી ગયા હતા.
આજે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટના કેસ વધીને 961 થઈ ગયા છે. આ 961 કેસ દેશના 22 રાજ્યોમાં નોંધાયેલા છે. સામે જ્યારે 320 દર્દીઓ સાજા થઈ ગયા છે. ઓમિક્રોનના સૌથી વધુ કેસ દિલ્હીમાં 263 અને મહારાષ્ટ્રમાં 252 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાત ઓમિક્રોન મામલે ત્રીજા નંબરે છે જ્યાં 97 દર્દીઓ નોંધાયા છે. આ ઉપરાંત રાજસ્થાનમાં 69, પશ્ચિમ બંગાળમાં 11, મધ્ય પ્રદેશમાં 9, ઓડિશામાં 9, ઉત્તરાખંડમાં 4, ચંડીગઢમાં 3, કેરળમાં 65, તેલંગણામાં 62, તમિલનાડુમાં 45, કર્ણાટકમાં 34, આંધ્ર પ્રદેશમાં 16, હરિયાણામાં 12, , ઉત્તર પ્રદેશમાં 2, ગોવા, હિમાચલ પ્રદેશ લદાખ મણિપુર પંજાબમાં ઓમીક્રોનનો એક એક કેસ નોંધાયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).