Face of Nation 02-12-2021: રામનગરી અયોધ્યામાં બ્લાસ્ટની ધમકી બાદ યૂપી પોલીસ હાઇ એલર્ટ પર છે. પોલીસે પ્રવેશ દ્રાર, હોટલો અને ધર્મશાળા ઉપરાંત રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર સુરક્ષા વધારી દીધી છે. ગુરૂવારે કોઇ અજાણ્યા વ્યક્તિ ડાયલ-112 પર ફોન કરીને ધમકી આપી છે. ધમકી આપનાર યુવક અમદાવાદનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
બ્લાસ્ટની ધમકી આપનાર અમદાવાદનો હોવાની કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ધમકી મળ્યા બાદ અયોધ્યામાં સ્થાનિક પોલીસ સર્તક થઇ ગઇ છે. અયોધ્યા ધામના પ્રવેશ દ્રારા પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ લોકોના આઇડી પ્રૂફ જોઇને જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
જોકે રામ જન્મ ભૂમિ ક્ષેત્રની સુરક્ષા વધારવામાં આવી, બીજી તરફ ખૂણે ખૂણે બ્લૈક કૈટ કમાન્ડોની ટુકડી ગોઠવી દેવામાં આવી છે. પોલીસના અધિકારીઓએ મોટી સંખ્યામાં પોલીસબળની યલો ઝોનમાં રૂમ માર્ચ કરી. તમામ સુરક્ષાના પોઇન્ટ એક્ટિવ કરવામાં આવ્યા છે. ક્ષેત્રાધિકારી અયોધ્યાના નેતૃત્વમાં સંપૂર્ણ યલો ઝોન પર એટીએસની ટીમે નિરીક્ષણ કર્યું. અયોધ્યાના તમામ બેરિયર પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)