Face Of Nation:જમ્મુ-કાશ્મીરના શોપિયાં સેક્ટરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના અહેવાલ છે. મળતી માહિતી મુજબ, ભારતીય સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. જ્યારે એક જવાન ઘાયલ થયો છે. બંને તરફથી ફાયરિંગ હજુ ચાલી રહી છે. કહેવાય છે કે, હજુ પણ બે આતંકી વિસ્તારમાં છુપાયેલા છે અને સુરક્ષાદળો પર સતત ફાયરિંગ કરી રહ્યા છે.
દક્ષિણ કાશ્મીર જિલ્લાના બોનબજાર ક્ષેત્રમાં આતંકવાદીઓ હોવાની પાકી માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ક્ષેત્રને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ. મળતી માહિતી મુજબ, સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યુ. જેનો સુરક્ષાદળોએ જડબાતોડ જવાબ આપ્યો અને બંને તરફથી એન્કાઉન્ટ શરૂ થઈ ગયું. અત્યાર સુધીની માહિતી મુજબ, ભારતીય સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને મારી નાખ્યા છે. જ્યારે બે આતંકી હજુ પણ ઘેરાયેલા છે.બીજી તરફ, કુપવાડામાં પણ ભારતીય સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે એન્કાઉન્ટરના પણ અહેવાલ આવી રહ્યા છે. ગોળી વાગવાના કારણે એક સુરક્ષાકર્મી ઘાયલ થઈ ગયો છે. બંને તરફથી સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.