Home Uncategorized નવા કોરોનાના વેરિયન્ટના ભયથી શેરબજાર ખરાબ રીતે ગગડ્યું:સેન્સેક્સમાં 1300 અંકનો કડાકો, નિફ્ટી...

નવા કોરોનાના વેરિયન્ટના ભયથી શેરબજાર ખરાબ રીતે ગગડ્યું:સેન્સેક્સમાં 1300 અંકનો કડાકો, નિફ્ટી આટલા અંક નીચે આવી

Face Of Nation 26-11-2021: કોવિડ-19નો નવો વેરિયન્ટ આવવાથી ઈકોનોમીની રિકવરીને અસર થઈ શકે છે. આ ડરથી કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે બજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 10.49 કલાકે સેન્સેક્સ 1300 અંક ઘટીને 57,452 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 408 અંક ઘટી 17,127 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર મારુતિ સુઝુકી, બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ટાઈટન કંપની સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મારુતિ સુઝુકી 3.63 ટકા ઘટી 7295.00 પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ફિનસર્વ 3.42 ટકા ઘટી 16,760 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ડો.રેડ્ડી લેબ્સ, નેસ્લે, HUL સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. ડો.રેડ્ડી લેબ્સ 2.89 ટકા વધી 4725.00 પર કારોબાર કરી રહ્યો છે. નેસ્લે 0.04 ટકા વધી 19196.40 પર કારોબાર કરી રહ્યો છે.

ફાર્મા સિવાય બાકીના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ ઘટાડો રિયલ્ટી, મીડિયા અને બેન્કિંગ સ્ટોક્સમાં જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના 30માંથી 26 રેડ સાઈનમાં છે. વધારો દર્શાવતા શેરમાં ડો.રેડ્ડી, સનફાર્મા, હિન્દુસ્તાન યુનિલિવર અને નેસ્લે છે. સૌથી વધુ ઘટાડો બજાજ ફિનસર્વ, મારુતિ, ટાઈટન અને કોટક મહિન્દ્રા બેન્કમાં જોવા મળી રહ્યો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)