Face Of Nation:ઓટોમોબાઇલ અને બેન્કિંગ કંપનીઓના શેરોમાં ભારે વેચવાલીથી સેન્સેક્સમાં ઘટાડો થયો છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ −560.45 પોઇન્ટ ઘટીને 38,337.01 ની સપાટીએ બંધ રહ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −177.65 પોઈન્ટના ઘટાડા સાથે 11,419.25 પર બંધ થયું છે.શેરબજારમાં આજે આરંભમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ −111.41 પોઇન્ટ ઘટીને 38,786.05 ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −36.25 પોઈન્ટના ઘટાડા સાથે 11,560.65 પર ટ્રેડ થઇ રહ્યું હતું.
બીએસઈ પર બજાજ ફાયનાન્સનો શેર સૌથી વધુ 4.74 ટકા, હીરો મોટકોર્પમાં 2.59 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 2.63 ટકા, 2.46 ટકા ટાટા મોટર્સ અને 2.41 ટકાના ઈન્ડસઇન્ડ બેન્કના શેરમાં કડાકો નોંધ્યો છે. તે જ સમયે, એનએસઇમાં પણ બજાજ ફાયનાન્સના શેર સૌથી વધુ 4.93 ટકા, બજાજ ફિનસર્વમાં 3.71 ટકા, ગેઇલ 2.64 ટકા, હીરો મોટકોર્પ 2.63 ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 2.62 ટકા ઘટાડો થયો હતો.