Face Of Nation:ભારતીય શેરબજાર આજે ઊંધા માથે પછડાયું છે. આજે સપ્તાહના પહેલાં ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) ખાતે સેન્સેક્સમાં 860 અંકનો કડાકો બોલાતા 38652 પર પહોંચી ગયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) ખાતે નિફ્ટી 284 અંકના કડાકા સાથે 11527 પર ટ્રેડ થઇ રહી છે. તેના અંગે નિષ્ણાતોનું કહેવું છે કે બજેટની અસર આજના ટ્રેડિંગ સેશન પર જોવા મળી છે. તો બીજીબાજુ કર્ણાટકમાં એક સાથે ધડાધડ કોંગ્રેસના મંત્રીઓએ રાજીનામા આપતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આજે આ મુદ્દો સંસદમાં પણ ગૂંજ્યો હતો.
ભારતીય શેર માર્કેટને જોઈ એવું લાગી રહ્યું છે કે માર્કેટને મોદી સરકાર 2.0નું પહેલું બજેટ પસંદ આવ્યું નથી. શુક્રવારે મોટા કડાકા બાદ સોમવારે પણ ભારતીય શેર માર્કેટમાં જોરદાર હલચલ જોવા મળી રહી છે અને માર્કેટ સતત લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યો છે.