Face Of Nation, 26-08-2021: છત્તીસગઢ હાઇકોર્ટે પત્ની ઉપર પતિના રેપ કેસમાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. છત્તીસગઢ કોર્ટે ફેંસલો સંભળાવ્યો છે કે કાયદાકીય રીતે પરિણીત પત્ની સાથે બળપૂર્વક અથવા તેણીની ઇચ્છા વિરુદ્ધ બાંધવામાં આવેલો સંબંધ અથવા યૌન ક્રિયા એ બળાત્કાર નથી. જોકે, પત્નીની ઉંમર 18 વર્ષથી નાની ન હોવી જોઈએ. કોર્ટે આ કેસમાં પતિને બળાત્કારના આરોપમાંથી મુક્ત કર્યો છે. જોકે, આ જ કેસમાં પત્નીના અન્ય આરોપમાં પતિને દોષી જાહેર કર્યો છે. જેમાં પત્નીએ તેના પતિ પર અપ્રાકૃતિ સંબંધ બાંધવાનો આરોપ લગાવ્યો હતો. છત્તીસગઢ હાઇકોર્ટના જસ્ટિસ એનકે ચંદ્રવંશીની કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો હતો.
હકીકતમાં બેમેતરા જિલ્લા નિવાસી એક મહિલાએ પોતાના 37 વર્ષીય પતિ પર બળજબરીથી તેણીની ઇચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવાનો કેસ કર્યો હતો. પતિ અને પરિવારના અમુક સભ્યો વિરુદ્ધ દહેજ માટે ત્રાસની ફરિયાદ પણ કરવામાં આવી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, વર્ષ 2017માં મહિલાન લગ્ન થયા હતા. લગ્ન બાદ તેના પતિએ અનેક વખત તેણીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ ઉપરાંત દહેજ માટે ત્રાસ આપ્યો હતો. આ કેસમાં બેમેતરા સેશન કોર્ટે પતિને દોષી જાહેર કર્યો હતો. પતિએ સેશન કોર્ટના આદેશ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેના પર કોર્ટે નિર્ણય આપ્યો હતો.
આ કેસમાં ન્યાયાધીશ એનકે ચંદ્રવંશીની કોર્ટે કહ્યું કે, “કોઈ પુરુષ દ્વારા તેની પત્ની કે જેની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોય, તેની સાથે યૌન સંબંધ કે યૌન ક્રિયા બળાત્કાર નથી. આ કેસમાં મહિલા ફરિયાદીની કાયદેસરની પત્ની છે. આથી પતિ દ્વારા તેની સાથે કરવામાં આવતો સંભોગ કે કોઈ કૃત્ય બળાત્કારનો ગુનો નથી, પછી આવું કૃત્ય ભલે બળજબરીથી કે તેણીની અચ્છા વિરુદ્ધ કરવામાં આવ્યું હોય.”
પત્નીએ તેની ફરિયાદ કહ્યુ હતુ કે તેનો પતિ તેની સાથે અપ્રાકૃતિક કૃત્ય કરાવતો હતો. જે અંતર્ગત તે તેણીના ગુપ્તાંગમાં આંગળી નાખતો હતો, એટલું જ નહીં એક વખત તેણે ગુપ્તાંગમાં મૂળો પણ નાખ્યો હતો. આ કેસમાં કોર્ટે કલમ 377 પ્રમાણે પતિને દોષી જાહેર કર્યો છે. કોર્ટે કહ્યું કે કોઈ પણ પ્રકારના અપ્રાકૃતિ સંબંધ બનાવવા ગુનો છે.
કોર્ટે કહ્યું કે, “ફરિયાદીના ગુપ્તાંગમાં આંગળી અને મૂળો નાખવા ઉપરાંત તેણે ફરિયાદી સાથે કયા અપ્રાકૃતિક શારીરિક સંબંધ બાંધ્યા હતા, તેના વિશે જણાવ્યું નથી. જે પુરાવાની વાત છે. પરંતુ ફક્ત તેના આધાર પર કલમ 377 અંતર્ગત આરોપ નક્કી કરવામાં આવ્યા છે.”
ઉલ્લેખનીય છે કે આઈપીસીની કલમ 377 સંદર્ભમાં અપરાધીનો મુખ્ય ઈરાદો અપ્રાકૃતિક યૌન સંતોષ પ્રાપ્ત કરવાનો છે. વારે વારે પીડિતાના અંગોમાં કોઈ વસ્તુ નાખવી અને તેના પરિણામસ્વરૂપ યૌન સુખ પ્રાપ્ત થાય છે, આ પ્રકારનું કાર્ય પ્રકૃતિના આદેશની વિરુદ્ધ શારીરિક સંભોગના રૂપમાં ગણાશે. આવું કૃત્ય આઈપીસીની કલમ 377 પ્રમાણે અપરાધ કહેવાશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)