Home World ‘કાન્સ 2022’ : યુક્રેનમાં થઈ રહેલા સેક્સ્યુઅલ વાયોલન્સની વિરુદ્ધ એક્ટિવિસ્ટે રેડ કાર્પેટ...

‘કાન્સ 2022’ : યુક્રેનમાં થઈ રહેલા સેક્સ્યુઅલ વાયોલન્સની વિરુદ્ધ એક્ટિવિસ્ટે રેડ કાર્પેટ પર કપડાં ઉતાર્યા, બોડી પર મેસેજ લખ્યો- ‘સ્ટોપ રેપિંગ અસ’

Face Of Nation 21-05-2022 :  કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ના રેડ કાર્પેટ પર શુક્રવારે એક એવી ઘટના જોવા મળી, જે હવે ચર્ચાનું કારણ બની છે. હકીકતમાં ઈવેન્ટ દરમિયાન એક મહિલા એક્ટિવિસ્ટે યુક્રેનમાં મહિલાઓની સાથે થઈ રહેલા સેક્સ્યુઅલ વાયોલન્સની વિરુદ્ધ મેસેજ આપવા માટે રેડ કાર્પેટ પર પોતાના કપડા ઉતારી દીધા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થઈ રહ્યો છે.
મહિલાએ બોડી પર મેસેજ લખ્યો- ‘સ્ટોપ રેપિંગ અસ’
વીડિયોમાં જોઈ શકાય છે કે, મહિલાએ પોતાની બોડી પેન્ટથી બ્લુ અને યેલો કલરનો યુક્રેનનો ધ્વજ બનાવ્યો છે. તેની સાથે જ મહિલાએ ધ્વજની ઉપર બ્લેક કલરથી એક મેસેજ ‘સ્ટોપ રેપિંગ અસ’ લખ્યું છે. મહિલાના પગ પર રેડ કલર પણ દેખાય રહ્યો છે.
ગાર્ડ્સે મહિલાને રેડ કાર્પેટથી હટાવી દીધી
એટલું જ નહીં વીડિયોમાં જોઈ શકાય છે કે, યુક્રેનમાં થઈ રહેલા રેપનો પર્દાફાશ કરવા માટે મહિલાએ આ ઈન્ટરનેશનલ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા રેડ કાર્પેટ પર ‘સ્ટોપ રેપિંગ અસ’ (અમારો બળાત્કાર ન કરો)ના નારા પણ લગાવ્યા. તેના તરત બાદ ફિલ્મ ફેસ્ટિવલના ગાર્ડ્સ એક્શનમાં આવી ગયા અને તેમને પોતાના કોટની મદદથી મહિલાનું શરીર ઢાંક્યું અને રેડ કાર્પેટથી તેને હટાવી દીધી. તો બીજીતરફ મહિલાએ બેક પર SCUM પણ લખ્યું હતું. SCUM એક કટ્ટરપંથી ફેમિનિસ્ટ એક્ટિવિસ્ટ ઓર્ગેનાઈઝેશન છે. આ ઓર્ગેનાઈઝેશને સોશિયલ મીડિયા પર મહિલાનો ફોટો શેર કરી લખ્યું, આ એક્ટિવિસ્ટે રશિયાના સૈનિકો દ્વારા યુદ્ધ દરમિયાન યુક્રેનની મહિલાઓની સાથે કરાયેલા બળાત્કાર અને યૌન ઉત્પીડનનો પર્દાફાશ કર્યો છે.
ઘટનાએ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર સૌને ચોંકાવ્યાં
યુક્રેનમાં રશિયાના સૈન્ય અભિયાનની શરૂઆત પછીથી અત્યાર સુધી રશિયાના સૈનિકો દ્વારા યુક્રેનની મહિલાઓ સાથે બળાત્કાર કરવાના ઘણા સમાચાર સામે આવ્યા છે. કાન્સમાં આ ઘટના ફિલ્મમેકર જ્યોર્જ મિલરની ફિલ્મ ‘થ્રી થાઉઝેન્ડ યર્સ ઓફ લોન્ગિંગ’ ના પ્રીમિયર દરમિયાન થઈ. આ ફિલ્મમાં ઇદ્રીસ એલ્બા અને ટિલ્ડા સ્વિંટન લીડ રોલમાં છે. આ ઘટનાએ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર સૌને ચોંકાવી દીધા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).