Home Business ઈશા અંબાણી સંભાળશે રિલાયન્સ રિટેલ બિઝનેસ : આજે જાહેરાત થવાની શક્યતા, યુવા...

ઈશા અંબાણી સંભાળશે રિલાયન્સ રિટેલ બિઝનેસ : આજે જાહેરાત થવાની શક્યતા, યુવા પેઢી હવે નવી લીડરશીપની ભૂમિકા નીભાવવા માટે તૈયાર!

Face Of Nation 29-06-2022 : મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણીને રિટેલની કમાન સોંપાશે. તે રિટેલ બિઝનેસની ચેરમેન બનશે. અમુક મીડિયા રિપોર્ટમાં આ પ્રમાણેનો દાવો કરાયો છે. બે દિવસ પહેલાં 27મી જૂને જિયોની બોર્ડ મીટિંગમાં આકાશ અંબાણીની જિયો ઈન્ફોકોમ લિમિટેડના બોર્ડ ચેરમેન તરીકે નિમણૂક કરી છે. આ પ્રમાણેની નિમણૂકથી હવે સ્પષ્ટ લાગી રહ્યું છે કે, મુકેશ અંબાણીએ તેમનું સામ્રાજ્ય આગામી પેઢીને સોંપવાનો પ્લાન તૈયાર કરી દીધો છે.
આજે થઈ શકે છે જાહેરાત
ઈશા અંબાણીના ચેરમેન બનવાની જાહેરાત બુધવારે થઈ શકે છે. ઈશા અત્યારે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં ડિરેક્ટર છે. ઈશાએ યેલ અને સ્ટેનફોર્ડથી અભ્યાસ કર્યો છે. 2015માં તેણે ફેમિલી બિઝનેસ જોઈન કર્યો છે. તે જિયો પ્લેટફર્મ અને જિયો લિમિટેડના બોર્ડમાં પણ સામેલ છે. તેના લગ્ન ડિસેમ્બર 2018માં વેપારી અજય પીરામલના દિકરા આનંદ પીરામલ સાથે થયા છે.
અંદાજે 900 અબજ ડોલરનું ભારતનું રિટેલ માર્કેટ
રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયો બંને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સબસિડી કંપનીઓ છે. મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ડિરેક્ટર છે. ભારતનું રિટેલ માર્કેટ અંદાજે 900 અબજ ડોલર (અંદાજે 700 લાખ કરોડ ડોલર)નું છે. વર્ષ 2024 સુધી તે 100 લાખ કરોડ થઈ જવાનો અંદાજ છે. આ જ કારણ છે કે, રિલાયન્સ ભારતનું રિટેલ ઓનલાઈન માર્કેટ સાથે ઓફલાઈન માર્કેટને પણ વધુને વધુ કેપ્ચર કરવા માંગે છે અને આ જ રસ્તે આગળ વધી રહી છે.
યુવા પેઢી હવે લીડરશીપની ભૂમિકા નીભાવવા માટે તૈયાર
28મી ડિસેમ્બર 2021ના રોજ ધીરુભાઈ અંબાણીના જન્મદિવસે મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, યુવા પેઢી હવે નવી લીડરશીપની ભૂમિકા નીભાવવા માટે તૈયાર છે. હવે હું ઉત્તરાધિકારીની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે તૈયાર છું. આપણે નવી પેઢીને માર્ગદર્શન આપવું જોઈએ. તેમને સક્ષમ બનાવવા જોઈએ. તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ અને બેસીને તાળીઓ વગાડવી જોઈએ. તો બીજીતરફ મુકેશ અંબાણીએ કહ્યું હતું, હું રોજ રિલાયન્સ માટે બાળકોનું ઝુનુન, કમિટમેન્ટ અને સમર્પણ જોઉં છું અને મહેસૂસ કરું છું. હું તેમનામાં એ ક્ષમતા જોઉ છું જે મારા પિતામાં લખો લોકોના જીવનમાં પરિવર્તન લાવવા અને ભારતના વિકાસમાં યોગદાન આપવાની હતી. સમય આવી ગયો છે કે આ મોટા અવસરનો લાભ લઈને રિલાયન્સના ભવિષ્યના વિકાસનો શિલાન્યાસ કરવામાં આવે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).