ફેસ ઓફ નેશન, 11-04-2020 : અમદાવાદના શાહઆલમ વિસ્તારના લોકોએ એક વિડીયો વાયરલ કર્યો છે. આ વીડિયોમાં તેઓએ કોરોનાના રિપોર્ટ અંગે શંકા વ્યક્તિ કરી છે. તંત્ર ખોટી રીતે તેમને લઈ જાય છે તેવા આક્ષેપો કર્યા છે. સાથે જ એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવનારા લોકોએ પણ વિડીયો ઉતાર્યો છે. આ વિડીયો સોશિયલ સાઇટ્સ ઉપર ફરતો કરવામાં આવ્યો છે. શાહઆલમમાં રહેતા અનેક લોકોએ આવા વિડીયો વાયરલ કર્યા છે. જો કે કોરોનાગ્રસ્ત લોકો તંત્રને સાથ સહકાર નહીં આપતા હોવાની ફરિયાદો ઉઠી છે.
કોરોનાને લઈને લોકોએ જાગૃત થવાની જરૂરિયાત છે. લક્ષણો ન હોય તો પણ આ રોગના રિપોર્ટ પોઝિટિવ નોંધાય છે. જેને લઈને સારવાર મેળવવી અત્યંત જરૂરી છે. તંત્રની કામગીરીમાં સહયોગ આપવાને બદલે વિરોધ કરવો યોગ્ય નથી.
https://youtu.be/xE3BdzM2vSk
અમદાવાદ : ચાંદલોડિયાના આલ્ફા કોમ્પ્લેક્સમાંથી નમાઝ અદા કરતા 6ની ધરપકડ
અમરેલી : એક જ ગાડીમાં સેવાના નામે ભોજન આપવા નીકળેલા 8ની ધરપકડ