Face Of Nation:કેન્દ્ર સરકાર જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનને લોકોના દિલ જીતવાની એક સુવર્ણ તક માને છે. ગૃહમંત્રી અમિત શાહ સાથે સરકાર બેવડી રણનીતિ પર કામ કરી રહી છે. એક રણનીતિ એ છે કે, રોજગારીની તકો ઉભી કરવા માટે વિકાસ પરિયોજનાઓને વધારે મજબુત બનાવવામાં આવે અને કૌભાંડમાં શામેલ સ્થાનિક રાજનેતાઓને ઉઘાડા પાડી તેમને ઉખાડી ફેંકવામાં આવે.
સ્થાનીય અધિકારીઓમાં આખા રાજ્યમાં પરિવર્તનનો ધમધમાટ અને તડપ જોવા મળી રહી છે. એક વરિસ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે લોકો પરિવર્તન ઈચ્છે છે અને સારૂ પ્રશાસન ઈચ્છે છે જે છેલ્લા એક વર્ષથી અમારૂ લક્ષ્યાંક રહ્યું છે. આવી જ પહેલ બેક ટૂ વિલેજ અભિયામનાં કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત રાજપત્રિત અધિકારીઓએ રાજ્યની તમામ 4483 પંચાયતોમાં બે દિવસ અને એક રાત વિતાવી હતી.
દક્ષિણ કાશ્મીર કે જે હજી પણ આતંકવાદના ભરડામાં છે ત્યાં અને તે ઉપરાંતના ગામડાઓમાં જનારા અધિકારીઓને ભારે સુરક્ષા પુરી પાડવામાં આવી હતી. જેને પરિણામે બેક ટૂ વિલેજ આયોજન સફળ થયું. આ આયોજનને એક શાંતિની પહેલ અને ચરમપંથીઓને રાજ્યની બહાર કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવ્યું.
અહીં રોજગારી એક મુખ્ય સમસ્યા છે જે યુવાઓને વિદ્રોહ કરવા પ્રેરે છે. જેને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકાર અહીં રોજગાર ઉભા કરવા માટે આકરી મહેનત કરી રહી છે. રાજ્યએ ઓક્ટોબરમાં રોકાણ શિખર સમ્મ્મેલનની યોજના બનાવી હતી. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે રાજ્ય સંભવિત રોકાણની આશંકાઓ દૂર કરશે અને અમે આશા રાખીએ છીએક કે તેમાં અનેક રાજ્યના વિકાસમાં યોગદાન આપશે.