Home Sports પાકિસ્તાનના આ ક્રિકેટરે તાલિબાનના ગાયા ગુણગાન, ફેન્સે બરાબર લઈ લીધો આડે હાથ

પાકિસ્તાનના આ ક્રિકેટરે તાલિબાનના ગાયા ગુણગાન, ફેન્સે બરાબર લઈ લીધો આડે હાથ

Face Of Nation, 31-08-2021: પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ વર્ષ 2017માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લઈ લીધી હતી પરંતુ તે હંમેશા ચર્ચામાં રહેવાનું પસંદ કરે છે. આફ્રિદીના નિવેદનો અનેકવાર એટલા આકરા હોય છે કે તે નિવેદનો ક્રિકેટર માટે મુસીબત બની જાય છે.

શાહિદ આફ્રિદીના હ્રદયમાં તાલિબાન પ્રત્યે પ્રેમ જાગ્યો છે. તેણે ખુલ્લેઆમ તાલિબાનના વખાણ કર્યા અને તેનો દાવો છે કે અફઘાનિસ્તાનમાં મહિલાઓને મનગમતું કામ કરવાની છૂટ મળશે અને ક્રિકેટને પણ ફાયદો થશે.

શાહિદ આફ્રિદીએ મીડિયાને કહ્યું કે તાલિબાન ખુબ જ પોઝિટિવ ફ્રેમ ઓફ માઈન્ડ સાથે આવ્યું છે. આ ચીજો આપણને પહેલા જોવા મળી નહતી, મુદ્દો એ જ છે, હવે ચીજો ખુબ પોઝિટિવિટી તરફ જઈ રહી છે. મહિલાઓને કામ કરવાની મંજૂરી, પોલિટિક્સ અને અન્ય જોબ્સ અંગે મંજૂરી. તેઓ ક્રિટિક્સને સપોર્ટ કરે છે, ક્રિકેટને સપોર્ટ કરી રહ્યા છે. મને લાગે છે કે તેઓ ક્રિકેટને ઘણું પસંદ કરે છે.

શાહિદ આફ્રિદીના આ નિવેદન પર હંગામો મચી ગયો છે. ભારતની સાથે સાથે પાકિસ્તાનના લોકો પણ આ પૂર્વ ઓલરાઉન્ડરની ખુબ ક્લાસ લગાવી રહ્યા છે. એક યૂઝરે તો આફ્રિદીને તાલિબાનના પ્રધાનમંત્રી બનવાની સલાહ સુદ્ધા આપી દીધી.

શાહિદ આફ્રિદીએ પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે 398 વનડે, 99 ટી-20 મેચ અને 27 ટેસ્ટ મેચ રમી છે. તે એક વિસ્ફોટક બેટ્સમેન અને કુશળ બોલર તરીકે ખુબ લોકપ્રિય રહ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)