Home Gujarat અમદાવાદમાં દોડતી થશે મેટ્રો ટ્રેન, શાહપુર અંડર ગ્રાઉન્ડ મેટ્રોનો શરૂ ટ્રાયલ; 6.5...

અમદાવાદમાં દોડતી થશે મેટ્રો ટ્રેન, શાહપુર અંડર ગ્રાઉન્ડ મેટ્રોનો શરૂ ટ્રાયલ; 6.5 કિમી લાંબી ટનલમાં દોડશે મેટ્રો, 32 સ્ટેશનમાંથી 29 સ્ટેશન શરૂ કરાશે!

Face Of Nation 02-08-2022 : અમદાવાદમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન દોડાવવામાં આવી છે તેના ટ્રાયલનો વીડિયો સામે આવ્યો છે. ટ્રાયલ રન શરૂ થતા એવી ચર્ચા થઈ રહી છે કે હવે ટૂંક સમયમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જૂલાઈ મહિનામાં અમદાવાદમાં મેટ્રો સિટીનો અદભૂત નજારો શહેરીજનોને જોવા મળ્યો હતો. 20મી જૂલાઈના રોજ સાંજના સમયે જ્યારે અમદાવાદીઓ સાબરમતી નદીના કિનારે ઝરમર વરસાદની મજા માણી રહ્યા હતા, ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે સાબરમતીના નવા પુલ પરથી પ્રથમવાર મેટ્રો ટ્રેન પસાર થઈ હતી.
મેટ્રોમાં મુસાફરી માટે અમદાવાદીઓ જોઈ રહ્યા છે રાહ
ઘણા લાંબા સમયથી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવાની રાહ જોઈ રહેલા અમદાવાદીઓની આતુરતાનો અંત આવશે. અમદાવાદમાં ટૂંક સમયમાં જ મેટ્રો ટ્રેન દોડતી થશે. મળતી માહિતી મુજબ આગામી ઓગસ્ટ મહિનાના અંત સુધી મેટ્રો ટ્રેન શરૂ થઈ શકે છે. મેટ્રોના બંને કોરિડોરમાં ટ્રાયલ રન પૂર્ણ કરાયો છે. અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટનું સ્વપ્ન પૂર્ણ થશે. હવે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવાની તારીખ ટૂંક સમયમાં જાહેર થશે. જેમાં મળતી માહિતી મુજબ 40 કિલોમીટરમાંથી 38 કિલોમીટરનો રુટ શરૂ કરવામાં આવશે. તેમજ 32 સ્ટેશનમાંથી 29 સ્ટેશન શરૂ કરવામાં આવશે. જેમાં કાંકરિયા ઈસ્ટ, સાબરમતી અને થલતેજ ગામનું સ્ટેશન હાલ કાર્યરત નહીં થાય તેવી શકયતા છે. ઓગસ્ટ મહિનામાં મેટ્રો રેલ ફેઝ-1 શરૂ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં વસ્ત્રાલથી થલતેજ સુધીના રુટ પર પૂરજોશમાં ટ્રાયલ રન કરાઈ રહ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).