Face Of Nation 04-04-2022 : શાહરૂખ ખાન પોતાની આગામી ફિલ્મ પઠાણને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં ફિલ્મ પઠાણના સેટ પરથી કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. જે ચાહકોને ખૂબ પસંદ આવી હતી. ત્યારે હવે શાહરૂખ ખાનની વધુ એક તસવીર સામે આવી છે જેમાં તે સાઉદી અરેબિયાના મંત્રી સાથે જોવા મળી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે આ મીટિંગ શાહરૂખ ખાનના બંગલા મન્નતમાં થઈ હતી અને શાહરૂખની સાથે સલમાન ખાન,અક્ષય કુમાર અને સૈફ અલી ખાને પણ ભાગ લીધો હતો.
શું ફિલ્મોને આર્થિક મદદ મળશે?
શાહરૂખ ખાન પહેલાથી જ દુબઈનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને સલમાન ખાનના પણ દુબઈમાં મોટા કનેક્શન છે. અક્ષયે અહીં એરલિફ્ટથી લઈને ઘણી ફિલ્મોનું શૂટિંગ કર્યું છે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે તેનું સુપરહિટ ગીત બુર્જ ખલીફા પણ અહીં શૂટ થયું હતું. આ સુપરસ્ટાર્સ અને ફિલ્મોની મદદથી UAE સરકાર તેની ફિલ્મોને આખી દુનિયામાં પ્રમોટ કરે છે. પરંતુ લાંબા સમયથી ત્યાંની સરકારે ફિલ્મોને સબસિડી આપવાનું બંધ કરી દીધું છે. કદાચ બોલિવૂડને પ્રમોટ કરવા માટે તેને ફરીથી શરૂ કરવું જોઈએ કારણ કે આ બધા સુપરસ્ટાર્સ હવે નિર્માતા પણ છે. ત્યારે આ બેઠકમાં આ મુદ્દાને લઈને પણ ચર્ચા થઈ હોવાની સંભાવના છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).