Face of Nation 11-01-2022: ભારે વિવાદ વચ્ચે વિપક્ષના પદાધિકારીઓની વરણી કરી દેવામાં આવી છે. AMCના વિપક્ષના નેતા તરીકે શહેઝાદખાન પઠાણના નામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે, જ્યારે નીરવ બક્ષી AMCના વિપક્ષના ઉપનેતા બન્યા છે. વિપક્ષના દંડક તરીકે જગદીશ રાઠોડની વરણી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે AMCના વિપક્ષના નેતા તરીકે જાહેર થયેલા શહેઝાદખાન પઠાણ દાણીલીમડાના કાઉન્સિલર છે, જ્યારે AMC વિપક્ષના ઉપનેતા તરીકે નક્કી થયેલા નીરવ બક્ષી દરિયાપુરના કાઉન્સિલર છે. તો જગદીશ રાઠોડ અમરાઇવાડી કાઉન્સિલર છે.
AMCના વિપક્ષના નેતાની કોંગ્રેસે સત્તાવાર જાહેરાત કરી દેતા ભારેલા અગ્નિ જેવા ઘાટ શાંત પડ્યો છે. ભારે વિવાદ વચ્ચે વિપક્ષના પદાધિકારીઓની વરણી કરી દેવામાં આવી છે. જગદીશ ઠાકોરે નિરીક્ષકો સાથે કરેલી બેઠકમાં AMCના વિપક્ષના નેતાનું નામ નક્કી કર્યું હતું. જગદીશ ઠાકોરે પ્રભારી રઘુ શર્મા સાથે વાત કર્યા બાદ નિર્ણય લેવાયો હતો.
AMCના વિપક્ષના નેતા તરીકે ચૂંટાયેલા શહેજાદ ખાન પઠાણનો 10 કોર્પોરેટર વિરોધ કરી રહ્યા હતા, જેના ભારે વિવાદ થયો હતો. ભારે વિવાદ વચ્ચે વિપક્ષના 10 કોર્પોરેટરે બળવો કર્યો હતો અને રાજીનામા આપ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસ હાઈકમાન્ડે તેમાંથી 4ને શિસ્તભંગની નોટિસ ફટકારી હતી. જેમાં કોર્પોરેટરને 7 દિવસમાં ખુલાસો કરવા નોટિસમાં જણાવવામાં આવ્યું છે. પછી કોર્પોરેટરના રાજીનામા અંગેનો મામલો કોંગ્રેસની શિસ્ત સમિતિને સોંપાયો હતો.તમને જણાવી દઈએ કે કોંગ્રેસના 24 કોર્પોરેટર છે.
ભારે વિવાદ વચ્ચે વિપક્ષના પદાધિકારીઓની વરણી તો કરી દેવામાં આવી છે. પરંતુ પદના જંગમાં અમદાવાદમાં કોંગ્રેસ ધ્વસ્ત થવાના ભણકારા વાગી રહ્યા છે. શહેજાદના વિરૂદ્ધમાં હજુ કેટલાક કોર્પોરેટર મેદાને આવી શકે છે. આ તમામ વાતો વચ્ચે કોંગ્રેસના કોર્પોરેટરો વિરોધ કરતા રહ્યા અને હાઈકમાન્ડે કોઈનું સાંભળ્યું નહોતું. મહિલા કોર્પોરેટરોએ શહેજાદ પર ગંભીર આરોપ લગાવ્યા છે. જેની પાર્ટી હાઈકમાન્ડથી લઈને પ્રિયંકા ગાંધી સુધી ફરિયાદ કરવામાં આવી છે. ધારાસભ્યોના વર્ચસ્વના જંગ વચ્ચે કોંગ્રેસની રાજનીતિ ઘૂંટાતી રહી છે. ધારાસભ્યોના 2 જૂથના જંગમાં કોર્પોરેટરો અડફેટે ચડ્યા હોવાની સ્થિતિ પ્રવર્તી રહી છે. 10 કોર્પોરેટરોના રાજીનામા બાદ પણ શહેજાદ જ વિપક્ષના નેતા બન્યા છે ત્યારે હવે આગામી સમયમાં કોંગ્રેસ માટે કેવા ચઢાણ રહે છે તે જોવાનું રહ્યું…(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).