Home World ચીનની સરકાર સતર્ક; લાંબા લોકડાઉન અને ખાદ્ય સામગ્રીઓની અછતને પગલે શહેરના લોકો...

ચીનની સરકાર સતર્ક; લાંબા લોકડાઉન અને ખાદ્ય સામગ્રીઓની અછતને પગલે શહેરના લોકો અકળાયાં!

Face Of Nation 01-04-2022 : ચીનના શાંઘાઈમાં કોરાના કેસો વધતા ત્યાંની સરકારે શહેરમાં લોકડાઉન લગાવી દીધું છે. જોકે, લાંબા લોકડાઉન અને ખાદ્ય સામગ્રીઓની અછતને પગલે શહેરના લોકો અકળાઈ ગયા છે અને તેમણે તેની વિરુદ્ધ ઓનલાઈન અવાજ ઉઠાવવાનો શરૂ કરી દીધો છે. શરૂઆતમાં કહેવાયું હતું કે, આખા શહેરમાં લોકડાઉન નહીં લગાવાયા, પરંતુ બાદમાં આ સપ્તાહે અધિકારીઓએ તેમનો નિર્ણય બદલ્યો હતો અને તબક્કાવાર લોકડાઉનની જાહેરાત કરી હતી. જેમાં ચીનના આ આર્થિક કેન્દ્રને બે ભાગમાં વહીવટીતંત્રએ વહેંચી દીધું હતું કે જેથી શહેરની 2.5 કરોડની વસ્તીનો ટેસ્ટ કરી શકાય.
લોકો ગભરાઈને ખરીદી કરી રહ્યા
પુડોંગ વિસ્તારમાં સોમવારે 4 દિવસના લોકડાઉનની શરૂઆત થવાની હતી. તે પહેલા શુક્રવારથી પુક્સિ ઝોનમાં રહેતા લોકોને ઘરમાં જ રહેવાનો આદેશ અપાયો હતો. જોકે, પુક્સિની નજીકના વિસ્તારોમાં અચાનક લોકોને ગુરુવારથી જ ઘરમાં રહેવા કહી દેવાયું હતું, જ્યારે મોટાભાગનું પુડોંગ શુક્રવારે બંધ રહ્યું હતું, જેને પગલે બંને વિસ્તારોના લોકો ગુસ્સે થયા છે. લોકો ગભરાઈને ખરીદી કરી રહ્યા છે. ડિલિવરી કરનારાઓની અછતને પગલે ખાદ્ય સામગ્રીઓના સપ્લાય ખોરવાઈ ગયો છે.
3 વર્ષના પુત્રનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ
પુક્સિના 29 વર્ષની રહવાસી સન જિયાને જણાવ્યું કે, ડિલિવરી કરનારા લોકો ઓછા હોવાથી ઓનલાઈન ફૂડ મેળવવું અઘરું બની ગયું છે. તેણીએ કહ્યું કે, લોકડાઉન ‘ખરાબ રીતે મેનેજ’ કરાઈ રહ્યું છે. લોકોને એકબીજાની નજીક ઊભા રાખીને કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેણીએ ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું કે, લોકોને બીમાર પડવાની બીક લાગી રહી છે, પરંતુ અપૂરતી વ્યવસ્થાવાળા રૂમમાં આઈસોલેટ કરાઈ રહ્યા છે, જ્યાંથી હાલત ઘણી ખરાબ છે. પુડોંગના એક રહેવાસીએ જણાવ્યું કે, તેની પત્ની અને ત્રણ વર્ષના પુત્રનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને આઈસોલેશન સેન્ટ્રલાઈઝ્ડ ક્વારન્ટાઈન સેન્ટરમાં લઈ જવાયા, જ્યાં ગરમ પાણીની વ્યવસ્થા નથી. તેમણે કહ્યું કે, કોઈ જણાવી રહ્યું નથી કે ક્વારન્ટાઈન પીરિયડ ક્યારે પૂરો થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).