Home Uncategorized શંકરસિંહ એક ફૂટેલી કારતુસ, જે કાયમ ચૂંટણી ટાણે બૂમબરાડા પાડે છે છતાં...

શંકરસિંહ એક ફૂટેલી કારતુસ, જે કાયમ ચૂંટણી ટાણે બૂમબરાડા પાડે છે છતાં કશું ઉપજતું નથી !

Face Of Nation 29-03-2025 : ચૂંટણી આવતા વેંત જ અનેક જુદા જુદા પક્ષો દેખા દે છે. કૂવામાંના દેડકા જેમ ચોમાસામાં બહાર દેખા દે તેમ ચૂંટણી ટાણે અનેક જુદા જુદા રાજકીય પક્ષો દેખા દે છે. જેમાં સૌથી મોખરે એક નામ છે અને તે છે શંકરસિંહ વાઘેલા. હવે શંકરસિંહ એક ફૂટેલી કારતુસ સમાન બની ગયા છે પણ આ વાત તે કદાપિ સ્વીકારી શકશે નહિ. અવારનવાર જુદી જુદી ગતિવિધિઓના નામે શંકરસિંહ ચૂંટણી મેદાને ઉતરે છે પણ કશું ઉપજતું નથી. પ્રજામાં એવી પણ ચર્ચાઓ છે કે, કોંગ્રેસને નુકસાન પહોંચાડવા અને ભાજપને ફાયદો કરાવવા માટે દરેક ચૂંટણીઓમાં શંકરસિંહ ગુપ્ત રણનીતિ પ્રમાણે કાર્ય કરે છે. કાયમ ચૂંટણી ટાણે સરકાર વિરુદ્ધ કે ભાજપ વિરુદ્ધ બૂમબરાડા પાડીને મજબૂત ભાષણ આપનારા શંકરસિંહ હવે જાણે કે, ડાયરા કલાકાર બની ગયા હોય તેમ લાગી રહ્યું છે કેમ કે તેમના ગમે તેવા ભાજપ કે સરકાર વિરુદ્ધના ભાષણની અસરો થતી નથી કે તેનાથી કશું ઉપજતું પણ નથી.
2017માં શંકરસિંહએ વિધાનસભાની ચૂંટણી ટાણે જન વિકલ્પ પાર્ટીની શરૂઆત કરી હતી. જેમાં તેમની પાર્ટીને તેમની અપેક્ષા પ્રમાણે પ્રતિસાદ મળ્યો ન હતો. વર્ષ 2021માં તેમણે ફરીથી કૉંગ્રેસમાં જોડાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તેઓ કૉંગ્રેસમાં જોડાઈ શક્યા ન હતા. હવે જ્યારે રાજ્યમાં ગ્રામપંચાયત, જિલ્લાપંચાયત વગેરેની ચૂંટણીઓના ભણકારા સંભળાઈ રહ્યા છે ત્યારે તેમણે વર્ષ 2020માં રચેલી તેમની પ્રજાશક્તિ ડેમૉક્રૅટિક પાર્ટીમાં નવા પ્રાણ ફૂંક્યા છે. પત્રકારો સાથેની તેમની વાતચીતમાં વાઘેલાએ જણાવ્યું હતું કે, “રાજ્યમાં એક બાજુ સત્તાપક્ષ કામ કરી રહ્યો નથી અને બીજી બાજુ વિરોધ પક્ષનો કોઈ અવાજ નથી, આવી સ્થિતિમાં લોકોને એક એવા ત્રીજા પક્ષની જરૂરિયાત છે જે તેમની માટે કામ કરી શકે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આવનારી ચૂંટણીની તૈયારી કરવા માટે આ પક્ષને ફરીથી સક્રિય કરવામાં આવ્યો છે અને 22મી ડિસેમ્બરના રોજ ગાંધીનગરમાં એક મોટું આયોજન કરીને પાર્ટીની પ્રથમ હરોળની નેતાગીરી નક્કી કરવામાં આવશે.” હાલમાં આ પાર્ટીના અધ્યક્ષ તરીકે ભૂતપૂર્વ રાજવી રિદ્ધિરાજસિંહ પરમારની નિયુક્તિ કરવામાં આવી છે. પરમારે કહ્યું હતું કે, “શંકરસિંહ બાપુના સીધા માર્ગદર્શન હેઠળ હું નવા લોકોની નિયુક્તિ કરીશ અને પાર્ટીની હાજરી રાજ્યભરમાં દેખાય તેવા પ્રયાસો કરવામાં આવશે.”
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે શંકરસિંહ વાઘેલાના આ પગલાથી ગુજરાતના રાજકારણમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ગુજરાતમાં ત્રીજા પક્ષ માટે ઝાઝો અવકાશ ન હોવાની વાત સામે શંકરસિંહે આશા વ્યક્ત કરી હતી કે ભલે ગુજરાતમાં હજુ સુધી ત્રીજા મોરચાએ કોઈ સફળતા ન મેળવી હોય, પરંતુ હંમેશાં એવું હોતું નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).

GSTના અધિકારીઓ લાખ્ખોના વહીવટો કરી છે, ઊંઝાના કૌભાંડી પ્રબોધ શર્માએ અનેક ઘટસ્ફોટ કર્યા – Face of Nation

 

GST ચોરીના કૌભાંડ બાદ ઊંઝાના ચીટર પ્રબોધ નરેશ શર્માનું સરકારને ચૂનો ચોપડવા બનાવટી ખાતર કૌભાંડ – Face of Nation