Home Gujarat શારદા-શિલ્પ-શિવાલિક IT રેડ, 4 કરોડ રોકડા – 3 કરોડની જ્વેલરી જપ્ત

શારદા-શિલ્પ-શિવાલિક IT રેડ, 4 કરોડ રોકડા – 3 કરોડની જ્વેલરી જપ્ત

Face of Nation 12-02-2022 : શુક્રવારે IT દ્વારા શરુ કરવામાં આવેલા મેગા સર્ચ ઓપરેશન અંતરગત અમદાવાદમાં શિલ્પ અને શિવાલિક જૂથના 25થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગે દરોડા પાડયા હતા. જો કે, સર્ચ આજે પણ ચાલી રહ્યુ છે. સર્ચ દરમિયાન આવકવેરા વિભાગે કોમ્પ્યુટર હાર્ડ ડિસ્ક સહિતની વસ્તુ કબજે કરી હતી. તેમજ રૂ. 4 કરોડ રોકડા અને 3 કરોડની બેનામી જ્વેલરી ઝડપી હતી.  સૂત્રોના જણાવ્યા અનુસાર આવકવેરા વિભાગે 20 લોકરમાં સર્ચ કર્યું હતું. ઉપરાંત ઓફિસ તેમજ ઘરે પણ ફરી સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. આવકવેરા વિભાગ હાલમાં ડિજિટલ ડોક્યુમેન્ટની તપાસ કરી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે ગઇ કાલે વહેલી સવારથી જ આવકવેરા વિભાગની ટીમો બિલ્ડરના ઘર અને ઓફિસમાં કાર્યવાહી શરૂ કરી હતી. શારદા,  શિલ્પ અને શિવાલિક બિલ્ડરને ત્યાંથી મોટી સંખ્યામાં બેનામી હિસાબો અને વાંધાજનક સાહિત્ય મળવાની મળવાની શક્યતા સેવાય છે. આપને જણાવી દઈએ કે, અમદાવાદમાં છેલ્લા બે દિવસથી અનેક આર્કિટેક્ચર અને બિલ્ડર જૂથોના ત્યાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા પડવાની તજવીજ હાથ ધરાઇ છે. આવકવેરા વિભાગે શિવાલિક ગ્રુપના ડાયરેક્ટર ચિત્રક શાહ, સતિશ શાહ અને તરલ શાહ ઉપરાંત શિલ્પ ગ્રુપના ફાઉન્ડર યશ બ્રહ્મભટ્ટ અને સ્નેહલ બ્રહ્મભટ્ટને ત્યાં સર્ચ હાથ ધર્યું હતું.

શારદા ગ્રુપના દીપક નિમ્બાર્કની ઓફિસ અને નિવાસસ્થાને પણ આજે તપાસ ચાલુ હતી પરંતુ શું તપાસ કરવામાં આવી તે બાબતેની વિગતો મળી શકી નથી. આ ઉપરાંત રિયલ એસ્ટેટ બ્રોકર કેતન શાહ, મનીષ બ્રહ્મભટ્ટની ઓફિસ રહેણાક મકાનોમાં પર આઈટી દરોડા પાડી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. 

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).