Home Sports ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયામાં બદલાવ, આ ખેલાડીને ટીમમાં મળ્યું સ્થાન

ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયામાં બદલાવ, આ ખેલાડીને ટીમમાં મળ્યું સ્થાન

Face Of Nation, 13-10-2021:  ટી 20 વર્લ્ડ કપ શરૂ થવાને માત્ર ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમે બુધવારે મોટો ફેરફાર કર્યો છે. IPL 2021માં શાનદાર ફોર્મમાં રહેલા શાર્દુલ ઠાકુરને ભારતની 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેણે અક્ષર પટેલની જગ્યા લીધી છે. અક્ષરને રિઝર્વ ખેલાડીઓની યાદીમાં મૂકવામાં આવ્યો છે. અક્ષર અગાઉ 15 સભ્યોની ટીમનો ભાગ હતો.

મહત્વનું છે કે, ટીમમાં આ ફેરફાર હાર્દિક પંડ્યાની ફિટનેસને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, કારણ કે તે સંપૂર્ણપણે ફિટ નથી. તેણે આઈપીએલ 2021માં પણ બોલિંગ નહોતી કરી. આવી સ્થિતિમાં ઝડપી બોલિંગની સાથે સાથે આક્રમક બેટિંગ કરતા શાર્દુલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટીમએ 15 ઓક્ટોબર પહેલા આઈસીસી સમક્ષ પોતાની અંતિમ વર્લ્ડ કપ ટીમનું લીસ્ટ આપવાનું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (WK), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, આર અશ્વિન, શાર્દુલ ઠાકુર , વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી.

રિઝર્વ ખેલાડીઓ: શ્રેયસ અય્યર, દીપક ચાહર, અક્ષર પટેલ

ટીમમાં ફેરફાર કરવા સાથે, બીસીસીઆઈએ કેટલાક વધુ ક્રિકેટરોને પણ ઉમેર્યા છે, જે ટીમ ઈન્ડિયા સાથે બાયો બબલમાં રહેશે અને ટ્રેનિંગ પણ કરશે. આ લીસ્ટમાં આવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ, લુકમાન મેરીવાલા, વેંકટેશ અય્યર, શાહબાઝ અહમદ, કે ગોતમનો સમાવેશ થાય છે.

ટીમ સાથે બાયો બબલમાં રહીને ટ્રેનિંગ માટે પસંદ થયેલા ખેલાડીઓએ IPLની આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. હર્ષલ પટેલે 15 મેચમાં 32 વિકેટ લીધી હતી. જ્યારે ઉમરાન મલિકે પોતાની ઝડપથી બધાને પ્રભાવિત કર્યા. તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 152.95 પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. જે આ સિઝનમાં સૌથી ઝડપી બોલ હતો.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)