Face Of Nation 20-10-2024 : ઊંઝામાં ભાગલા પાડો અને ધંધો કરોની નીતિ અપનાવી માસ્ટર માઈન્ડ શર્મા બંધુએ અનેક લોકો વચ્ચે વેરભાવ ઉભો કરી દીધો. બાપ બેટાની જોડીએ સમગ્ર ઊંઝાને ક્રાઇમના રવાડે ચઢાવી દઈ એકબીજા વચ્ચે દુશ્મનાવટ ઉભી કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નરેશ શર્મા અને તેના ચીટર પુત્ર પ્રબોધ શર્માએ સમગ્ર ઊંઝાના વેપારીઓને અંદરો અંદર ઝઘડાવવા માટે નનામી અરજીઓ કરીને તંત્રના નાકે દમ લાવી દીધો હતો. આ ચિટર શર્મા બંધુઓના એક પછી એક કારનામાઓ બહાર આવી રહ્યા છે. તાજેતરમાં જ ફોન કોલ્સના રેકોર્ડિંગ વાયરલ થતા સમગ્ર ઊંઝા સહીત મહેસાણામાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે વધુ એક નાનામા પત્રનો ઘટસ્ફોટ થયો છે. શર્માએ થોડા સમય અગાઉ એક નનામો પત્ર લખ્યો હતો. આ પત્રની કોપી ખુદ શર્માએ ફેસ ઓફ નેશનને મોકલી આપી હતી. આ પત્રમાં ઊંઝા APMCના ચેરમેન ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ પત્ર વડાપ્રધાન, ભાજપ કાર્યાલય, ભાજપ પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી, GST કમિશનર સહીત અનેક લોકોને ઉદ્દેશીને લખવામાં આવ્યો હતો. આ પત્રમાં વેપારીઓના નામે શર્માએ સનસનીખેજ આક્ષેપો કર્યા હતા. જે ઊંઝામાં રાજકીય દુશ્મનાવટ ઉભી કરવાના ઇરાદે લખાયો હોવાનું લાગી રહ્યું છે. કેટલાક અધિકારીઓ કે લોકલ સરકારી કર્મચારીઓ વાંચી ન શકે અને તે આસાનીથી સમજીને વાયરલ ન કરી શકે કે કોઈ માહિતી સરકારી ઓફિસમાંથી ઊંઝા સુધી પહોંચી ન શકે તે માટે માસ્ટર માઈન્ડ શર્મા આ બધા પત્રો અંગ્રેજીમાં લખતો હતો.
શર્માએ લખેલા આ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, “બિલિંગ કૌભાંડના માસ્ટર એવા સુપ્રીમ પટેલ સહીત અનેક લોકોને ભાજપના એપીએમસીના ચેરમેન સપોર્ટ કરી રહ્યા છે. જેઓ ગુનેગારોનો સહયોગ લઈને ધારાસભ્ય બનવા માટે પ્રયાસો કરી રહ્યા છે અને આ ગુનેગારો સમાજને ખરાબ કરી રહ્યા છે અને ગેરરીતિ આચરીને સરકારની અમારી રેવન્યુ સિસ્ટમને ચોર બનાવી રહ્યા છે.” આ પત્રમાં જીએસટીના સમીર વકીલ ઉપર પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. શર્માએ આવા અનેક નાનામા પત્રો લખીને ઊંઝામાં વેપારીઓની ખોટી માહિતી આપીને જીએસટી વિભાગના નાકે દમ લાવી દીધો હતો. જો કે સમગ્ર ઊંઝામાં વેપારીઓ વચ્ચે દુશ્મનાવટ ઉભી કરાવીને પ્રબોધ શર્મા તેની મેલી મુરાદ પાર પાડતો રહ્યો. આ શર્માએ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલ વિરુદ્ધ પણ આક્ષેપો કરીને કેટલાક નનામા પત્રો લખ્યા છે. શર્માએ બંધ રૂમમાં જેટલા લોકોના પગ પકડ્યા છે એ તમામ લોકોને બહાર આવીને નનામી અરજીઓ કરીને અંદરો અંદર ઝઘડાવીને એક બીજાના દુશમન બનાવી દીધા છે. શર્માની આ એક ચાલ રહી છે કે, કોઈ પણ રાજકીય લોકો કે રાજકીય નેતાની નજીક રહેલા લોકોને ત્યાં પહોંચીને તેના પગ પકડીને તેને અન્યો વિરુદ્ધ ખોટી માહિતી આપીને તે જ રાજકીય નેતા વિરુદ્ધ નનામી અરજી કરી દેવાની. જે જે લોકોને એમ લાગે કે શર્મા આપડો હિતેચ્છુ છે તે તમામ લોકો એક મોટા ખોટા ભ્રમમાં છે કેમ કે, પ્રબોધ તેના સ્વાર્થ માટે થઈને કોઈ પણ હદે જઈ શકે છે. જીએસટીને મોટી રકમનો ચૂનો ચોપડનાર ખુદ શર્મા છે અને તેના અનેક રેકોર્ડિંગ્સ પણ લોકો વચ્ચે વાયરલ થયા છે. સમગ્ર મહેસાણા પંથકમાં શર્મા ઉઘાડો પડતા જ તેણે તેના કારનામાનો બીજો ભાગ ગાંધીનગરના કલોલથી ભંગારના ધંધા મારફતે શરૂ કર્યો હોવાની માહિતી મળી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
GSTના શુક્લા સાહેબ સેટિંગ કરતા હતા ? : સાંભળો ખુદ ઊંઝાના ટ્રાન્સપોર્ટર પ્રબોધ શર્માંનો ઓડિયો