https://youtu.be/oISHR1IFgPY
Face Of Nation 23-06-2022 : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોના નેતા એકનાથ શિંદેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં શિંદે તમામ ધારાસભ્યોની સાથે વાતચીત કરી રહ્યાં છે. અહીં શિંદેએ ધારાસભ્યોને કહ્યું કે આપણાં દરેક નિર્ણયની સાથે એક મહાશક્તિ, રાષ્ટ્રીય દળ ઊભો છે. શિંદેએ ભાજપનું નામ લીધા વગર કહ્યું કે આપણાં દરેક નિર્ણયની સાથે એક મહાશક્તિ રાષ્ટ્રીય દળ ઊભો છે. તેમને કહ્યું કે, આપણાં દરેક નિર્ણયમાં આપણી સાથે રહેશે. કંઈ પણ ઘટવા નહીં દે.
ભાજપ પણ સરકાર બનાવવાની તૈયારીમાં
સરકાર બનાવવા અને આગળની પ્રક્રિયાને લઈને મહારાષ્ટ્ર ભાજપમાં પણ બેઠક શરૂ થઈ ગઈ છે. ભાજપે શિંદેને મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં 8 કેબિનેટ રેન્ક અને 5 રાજ્ય મંત્રી રેન્કની ઓફર આપી છે. સાથે જ કેન્દ્રમાં પણ 2 મંત્રી પદ આપવાની રજૂઆત કરી છે.
હોટલ બહાર TMC કાર્યકરોનું વિરોધપ્રદર્શન
મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસની એન્ટ્રી થઈ છે. બળવાખોર ધારાસભ્યો જે હોટલમાં રોકાયા છે એની બહાર TMCના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ધારસભ્યોની ખરીદી અને વેચાણ થઈ રહ્યું છે, જે બંધ થવું જોઈએ. લોકશાહીને બચાવવાની તેમણે માગ કરી હતી. પોલીસે તેમની અટકાયત કરી છે.
12 કલાકમાં વધુ 7 ધારાસભ્ય ગુવાહાટી પહોંચ્યા
મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી ગઠબંધન સરકારની વિદાય નિશ્ચિત માનવામાં આવી રહી છે. શક્ય છે કે આજે ચિત્ર સ્પષ્ટ થાય, કારણ કે ભૂતકાળની ઘટનાઓએ મહારાષ્ટ્રના ભવિષ્યની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી નાખી છે. આ દરમિયાન 12 કલાકમાં વધુ 7 ધારાસભ્ય ગુવાહાટી પહોંચ્યા હતા, જેમાં શિવસેનાના ગુલાબરાવ પાટીલ, યોગેશ કદમનો સમાવેશ થાય છે. બાકીનાં બે ધારાસભ્ય મંજુલા ગાવીત અને ચંદ્રકાંત પાટીલ અપક્ષ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).