Home News આદિત્ય ઠાકરે શાહરુખનો ડાયલોગ બોલ્યો- અમે શરીફ શું થયા, દુનિયા બદમાશ થઈ...

આદિત્ય ઠાકરે શાહરુખનો ડાયલોગ બોલ્યો- અમે શરીફ શું થયા, દુનિયા બદમાશ થઈ ગઈ; શિંદેએ કર્યો રાજ ઠાકરેને ફોન, 50-50 કરોડમાં વેચાયા ધારાસભ્યો!

Face Of Nation 27-06-2022 : મહારાષ્ટ્રમાં રાજકીય સંકટનો આજે 7મો દિવસ છે. શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામના’માં શિંદે જૂથના બળવાખોર ધારાસભ્યો પર હુમલો કર્યો છે. ‘સામના’ના તંત્રીલેખમાં શિંદે જૂથને નર્તક કહેવાયું છે. આ તરફ શિવસેનાના ધારાસભ્ય ઉદયસિંહ રાજપૂતે દાવો કર્યો છે કે, શિંદેના જૂથમાં જવા માટે તેમને 50 કરોડની ઓફર કરાઈ છે. તો આ બાજુ ‘સામના’માં વધુ લખાયું છે કે, જે 15 ધારાસભ્યને કેન્દ્ર દ્વારા સુરક્ષા અપાઈ છે તેઓ લોકશાહીના રખેવાળ નથી. આ લોકો 50-50 કરોડમાં વેચાયેલા ‘બિગ બુલ’ છે, જેઓ લોકશાહી માટે કલંકરૂપ છે. ફડણવીસ અને શિંદેની મુલાકાત પર પણ પ્રહારો કરાયા છે.
કેન્દ્રીય મંત્રી દાનવે બોલ્યા-2-3 દિવસ જ અમે વિપક્ષમાં
કેન્દ્ર સરકારમાં મંત્રી રહેલા રાવસાહેબ દાનવેએ એક બેઠકમાં કહ્યું હતું કે હમે માત્ર 2-3 દિવસ જ વિપક્ષમાં છીએ. તમારા કાર્યકાળમાં જે કરવું છે તે ફટાફટ કરો. તેમના આ નિવેદનથી મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનવાના સંકેતો મળ્યા છે.આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે પણ હાજર હતા. તો બીજીતરફ રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરે એકલા પડી રહ્યા છે. ધારાસભ્ય હોય કે મંત્રી બધા ધીમે ધીમે શિંદે જૂથમાં જોડાઈ રહ્યા છે. ઉદ્ધવ જૂથમાં શિવસેનાના ત્રણ મંત્રી આદિત્ય ઠાકરે, અનિલ પરબ અને સુભાષ દેસાઈ જ બચ્યા છે. આદિત્ય ઠાકરેના નજીકના મંત્રી ઉદય સામંત પણ રવિવારે ગુવાહાટી પહોંચી ગયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).