Home News ‘સામના’માં શિવસેનાએ ભાજપ સામે કાઢી ભડાસ : કહ્યું, ગુજરાતમાં ભલે દાંડિયા રમી...

‘સામના’માં શિવસેનાએ ભાજપ સામે કાઢી ભડાસ : કહ્યું, ગુજરાતમાં ભલે દાંડિયા રમી લો, પણ મહારાષ્ટ્રમાં તલવારથી તલવારનો સામનો થશે

Face Of Nation 22-06-2022 : મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ અને ઉદ્ધવ સરકારમાં મંત્રી એકનાથ શિંદેની બળવાખોરી વચ્ચે શિવસેનાએ તેમના મુખપત્ર ‘સામના’માં ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. શિવસેનાએ સામનામાં લખ્યું છે કે મહારાષ્ટ્રની સરકાર પાડવા માટે ભાજપ એકપણ મોકો નથી છોડતી. અઢી વર્ષ પહેલાં અજિત પવાર પ્રકરણ શરૂ થયું હતું. હવે આ જ બેચેન આત્માઓ એકનાથ શિંદેની ગરદન પર બેસીને ઓપરેશન કમળ કરી રહી છે. તો બીજીતરફ શિવસેનાએ કહ્યું છે કે મહારાષ્ટ્ર પર હુમલો કરનાર, મહારાષ્ટ્ર સાથે દગાખોરી કરનારા લોકોનું શું થશે? નફરતનાં બીજ રોપનારનું શું થશે? ધર્મનું મોહરું પહેરીને અધર્મનો સાથ આપનારા લોકોને જનતા માફ નહીં કરે? આ સળગતા સવાલો છે. સંકટો અને વાવાઝોડાનો સામનો કરવો શિવસેનાની આદત છે. ગુજરાતની જમીન પરથી હુંકાર કરનારા લોકો એ સારી રીતે સમજી લે કે ગુજરાતમાં આ મંડળી ભલે દાંડિયા રમી લે, પરંતુ મહારાષ્ટ્રમાં તલવાર સાથે તલવાર અથડાશે એ નક્કી છે.
મહારાષ્ટ્ર અન્ય રાજ્યો કરતાં બે ડગલાં આગળ
સામનામાં શિવસેનાએ લખ્યું છે કે મુંબઈ પર કબજો કરવો હોય તો શિવસેનાને અસ્થિર કરવું તે જ મહારાષ્ટ્ર વિરોધીઓની નીતિ છે, પણ મહારાષ્ટ્ર શાણા લોકોનું રાજ્ય છે. શાણપણમાં મહારાષ્ટ્ર અન્ય રાજ્યો કરતાં બે ડગલાં આગળ છે. ભાજપ પર આરોપ લગાવતાં તેમણે સામનામાં કહ્યું છે કે વિધાન પરિષદની ચૂંટણી પછી શિવસેનાના દસ ધારાસભ્યોને ઊંચકીને ગુજરાત લઈ જવામાં આવ્યા. તેમણે ભાગવાનો પ્રયત્ન કર્યો તો તેમની સાથે મારઝૂડ કરવામાં આવી.
માનું ધાવણ વેચે તેવાં સંતાનો શિવસેનામાં નથી
સામાનામાં વધુમાં લખ્યું છે કે, મહારાષ્ટ્રમાં સત્તાની મસ્તી નહીં ચાલે. કેન્દ્રીય સત્તાની લાલચ બતાવીને મહારાષ્ટ્રમાં તોડ-ફોડની રાજનીતિ શરૂ કરી દેવામાં આવી છે. માનું ધાવણ વેચે તેવાં સંતાનો શિવસેનામાં નથી. આવા લોકોનો શિવસેનામાં જન્મ થાય એ મહારાષ્ટ્રની માટી સાથે દગાખોરી છે. શિવસેના માતા છે. તેના સોગંદ ખાઈને રાજનીતિ કરનારા લોકોએ માના દૂધનો વેપાર શરૂ કરી દીધો છે. એ બજાર માટે સુરત પસંદ કરવામાં આવ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).