Home Politics મહારાષ્ટ્ર વિધાન પરિષદની 6 સીટો પર થયેલી ચૂંટણીમાં 4 સીટ પર ભાજપે...

મહારાષ્ટ્ર વિધાન પરિષદની 6 સીટો પર થયેલી ચૂંટણીમાં 4 સીટ પર ભાજપે કર્યો કબજો

Face of Nation 14-12-2021:મહારાષ્ટ્ર વિધાન પરિષદની છ સીટો પર થયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશની સત્તામાં રહેલા મહા વિકાસ અઘાડી (એમવીએ) ને મોટો ઝટકો આપતા નાગપુર સહિત ચાર સીટો પર જીત મેળવી છે. ભાજપે અકોલા-બુલઢાણા-વાશિમ સીટ શિવસેના પાસેથી છીનવી લીધી છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં નેતા વિપક્ષ દેવેન્દ્ર ફડણવીસે પાર્ટીની આ જીત પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, ભાજપે એમવીએના તે મિથકને તોડી દીધુ છે કે ત્રણેય દળ (શિવસેના, એનસીપી અને કોંગ્રેસ) મળીને પ્રદેશમાં તમામ ચૂંટણી જીતી શકે છે.

તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે 10 ડિસેમ્બરે મહારાષ્ટ્ર વિધાન પરિષદની છ સીટો પર મતદાનની જાહેરાત કરી હતી. બીએમસીની બે સીટો પર થયેલી ચૂંટણીમાં એક સીટ પર શિવસેનાથી સુનીલ શિંદે અને બીજી સીટ પર ભાજપના રાજહંસ સિંહ બિનહરીફ ચૂંટાયા છે. કોલ્હાપુર અને નંદુરબાર-ધુલે વિધાન પરિષદ ચૂંટણીમાં પણ કોંગ્રેસ અને ભાજપે એક-એક સીટ બિનહરીફ જીતી હતી. નાગપુર તથા અકોલા-બુલઢાણા-વાશિમ સીટો પર 10 ડિસેમ્બરે મતદાન થયું હતું. જિલ્લા માહિતી કાર્યાલય અનુસાર નાગપુરમાં પડેલા 554 મતમાંથી ભાજપના ઉમેદવાર અને પ્રદેશના પૂર્વ મંત્રી ચંદ્રશેખર બાવનકુલેને 362 મત મળ્યા, જ્યારે એમવીએ સમર્થિત અપક્ષ ઉમેદવાર મંગેશ દેશમુખને 186 મત મળ્યા છે. અકોલા-વાશિમ-બુલઢાણામાં શિવસેનાના ત્રણ વખતના વિધાન પરિષદના સભ્ય ગોપીકિશન બાજોરિયાને ભાજપના વસંત ખંડેલવાલે પરાજય આપ્યો. કુલ 808 મતમાંથી ખંડેલવાલને 443 જ્યારે બજોરિયાને 334 મત મળ્યા હતા.

ભાજપની આ જીત પર ફડણવીસે કહ્યુ- એમવીએમાં સામેલ પાર્ટીઓ દાવો કરી રહી હતી કે ત્રણેય દળ મળીને ચૂંટણી જીતશે. અમે આ માન્યતાને તોડી દીધી છે અને મને લાગે છે કે આ જીતે અમારા ભવિષ્યનો પાયો રાખ્યો છે. ખંડેલવાલે પોતાની જીતનો શ્રેય પોતાની પાર્ટીની સફળ રણનીતિને આપ્યો હતો.

બીજીતરફ બાવનકુલેએ કહ્યુ કે એમવીએ પાસે 240 મત હતા. પરંતુ એમવીએ સમર્થિત ઉમેદવારને માત્ર 186 મત મળ્યા. બાવનકુલેએ મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે પર નિશાન સાધતા તેમના પર નિરંકુશ રીતે વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો અને રાજીનામાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસે આત્મમંથન કરવું જોઈએ. તેમણે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પર અન્ય આરોપ પણ લગાવ્યા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).