Home News શોપિંગ મોલ કે માર્કેટમાં આવેલી દુકાનો સિવાય તમામ દુકાનો કાલથી ખુલી થઇ...

શોપિંગ મોલ કે માર્કેટમાં આવેલી દુકાનો સિવાય તમામ દુકાનો કાલથી ખુલી થઇ શકશે

ફેસ ઓફ નેશન, 25-04-2020 : શુક્રવારે મોડી રાત્રે કેન્દ્રના ગૃહ મંત્રાલયના “બિન આવશ્યક વસ્તુઓનું વેચાણ કરતી દુકાનોને ખોલવા માટે મંજૂરી”ના ઓર્ડરે લોકોને અસમંજસમાં મૂકી દીધા હતા. જેને લઈને આજે સવારે મંત્રાલય દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો અને ક્યા પ્રકારના ધંધા રોજગારને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી. મંત્રાલયના ખુલાસા મુજબ, શહેરી વિસ્તારમાં સ્ટેન્ડએલોન શોપ, રહેણાંક કોમ્પ્લેક્સની દુકાનો અને રહેણાંક વિસ્તારોની દુકાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જયારે મોલ અને માર્કેટ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનોને ખોલવાની મંજૂરી નથી. આ મુજબ શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલમાં જે દુકાનો છે તેને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી.
ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, શોપિંગ મોલમાં આવેલી દુકાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. ગ્રામ્ય વિસ્તારોમાં છૂટક દુકાનોને ખોલી શકાશે. શુક્રવારે જ્યારથી ઓર્ડર કરવામાં આવ્યો છે ત્યારથી જ વેપારીઓમાં મહાનગર પાલિકા અને પાલિકાની હદમાં આવેલી દુકાનો ખોલવા બાબતે ઘણું જ અસમંજસ થયું હતું. જેના પગલે આજે સરકારે ખુલાસો કરવો પડ્યો હતો. જીવન જરૂરી સમાન વેચવા માટે ઈ-કોમર્સ કંપનીઓને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાયનો કોઈ પણ સમાન તેઓ વેચી શકાશે નહિ. તેવી જ રીતે લિકર શોપ (દારૂનું વેચાણ કરતી દુકાનો)ને પણ હાલના સંજોગોએ બંધ રાખવાનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો છે.
ઘણા સ્થળોએ પોલીસ અને વેપારીઓ વચ્ચે ગેરસમજ પણ થઇ રહી છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે દેશના અને ગુજરાતના વિવિધ વ્યાપારી સંગઠનોએ વેપારીઓને ઉતાવળ ન કરવા જણાવ્યું છે અને કહ્યું છે કે, કેન્દ્રના નિર્ણયને લઇ ને રાજ્ય સરકારો તરફથી જ્યાં સુધી સ્પષ્ટતા કરવામાં ન આવે ત્યાં સુધી દુકાનો ખોલવા માટે ઉતાવળ કરાવી જોઈએ નહિ. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )

“મહામારી સમયે દેશના દુશ્મન” : જોડાઓ અમારા આ અભિયાનમાં, લોકડાઉનનો ભંગ કરનારની તસવીરો મોકલો

કોરોના સામેની લડાઈ હજુ લાંબી ચાલશે : આરોગ્ય અગ્ર સચિવ