Home Uncategorized J&K : શોપિયાંમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, બે અજાણ્યા આતંકી ઠાર

J&K : શોપિયાંમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, બે અજાણ્યા આતંકી ઠાર

Face of Nation 25-12-2021:  જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણમાં બે આતંકીઓ ઠાર થયા છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે, માર્યા ગયેલા આતંકીઓ પાસેથી વિસ્ફોટ જપ્ત થયો છે. આ અથડામણ આજે સવારે ચૌગામ વિસ્તારમાં શરૂ થઈ હતી.

હજુ તે જાણકારી મળી નથી કે ઘરાયેલા આતંકી ક્યા સંગઠન સાથે જોડાયેલા છે. અથડામણને લઈને કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કર્યું છે, શોપિયાંમાં ચાલી રહેલી અથડામણમાં બે અજાણ્યા આતંકી માર્યા ગયા છે અને તેની પાસેથી વિસ્ફોટક મળી આવ્યો છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

મહત્વનું છે કે આ પહેલા કાલે અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં હિઝબુલ મુઝાહિદ્દીનનો એક આતંકી માર્યો ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે તે એક પોલીસ નિરીક્ષક અને ભાજપ કાર્યકર્તાઓ અને અન્યની હત્યામાં સામેલ હતો. પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું કે, જિલ્લાના અરવાની વિસ્તારમાં મુમનહાલ ગામમાં આતંકીઓની હાજરીની ગુપ્ત જાણકારી મળ્યા બાદ સુરક્ષાદળોએ ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

પોલીસે કહ્યું- સર્ચ અભિયાન દરમિયાન આતંકીઓની હાજરીની માહિતી મળ્યા બાદ તેને આત્મસમર્પણ કરવા માટે કહેવામાં આવ્યું. તેણે આત્મસમર્પણ કરવાનો ઇનકાર કરી દીધો અને સુરક્ષાદળોએ ગોળીબારી શરૂ કરી હતી. જવાબી કાર્યવાહીમાં તે મોતને ભેટ્યો હતો. આતંકવાદીની ઓળખ શહઝાદ અહમદ સેહના રૂપમાં થઈ છે, જે કુલગામના સેહપોરાનો રહેવાની હતી.

તો શ્રીનગરના હરવાન વિસ્તારમાં અથડામણ સહિત લાગમાં થયેલા સર્ચમાં ઘણા પાકિસ્તાની આતંકીઓને ઠાર કરવાનો સંદર્ભ આપતા જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે કહ્યુ- અમારૂ લક્ષ્ય જમ્મુ-કાશ્મીરથી આતંકવાદને ઉખેડી ફેંકવાનું છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).