Face Of Nation 14-06-2022 : બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરનો ભાઈ સિદ્ધાંત કપૂર જામીન પર છૂટી ગયો છે. સિદ્ધાંત કપૂરની બેંગલુરુ પોલીસે ધરપકડ કરી હતી. સિદ્ધાંતને 24 કલાકની અંદર જ જામીન મળી ગયા છે. બેંગલુરુ પોલીસે પબમાં ચાલતી રેવ પાર્ટીમાંથી સિદ્ધાંતની ધરપકડ કરી હતી. આ પાર્ટીમાં સિદ્ધાંત DJ તરીકે સામેલ થયો હતો. સિદ્ધાંત સહિત 5 લોકોના ડ્રગ્સ ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. તો બીજીતરફ બેંગલુરુ સિટી ઇસ્ટ ડિવિઝનના DCP ડૉ. ભીમશંકરે કહ્યું હતું કે, સિદ્ધાંત સહિત ચાર લોકોને સ્ટેશન જામીન પર છોડવામાં આવ્યા છે. આ કેસના સંદર્ભમાં જ્યારે પણ સિદ્ધાંતની જરૂર હશે ત્યારે તે પોલીસ સ્ટેશને હાજર થશે.
સુશાંત કેસમાં NCBએ શ્રદ્ધાની પૂછપરછ કરી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ કેસમાં સિદ્ધાંતની બહેન શ્રદ્ધા કપૂરનું નામ પણ આવ્યું હતું. સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં શ્રદ્ધા કપૂર NCBની રડારમાં આવી હતી. આ કેસમાં NCB ટીમ દ્વારા શ્રદ્ધા કપૂરની પણ પૂછપરછ કરવામાં આવી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).