Face Of Nation 24-04-2022 : બોલિવૂડમાં બ્રેકઅપ એક સામાન્ય વાત થઇ ગઈ છે. તો બહુ ઓછા સંબંધો લગ્નના મંડપ સુધી પહોંચી શકે છે. છેલ્લા ઘણા સમયથી બોલિવૂડમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના સંબંધની ખબરો ચર્ચાનો વિષય હતી. બંનેને ઘણી વાર સાથે સ્પોટ પણ કરવામાં આવ્યાં હતાં. પરંતુ ક્યારેય પણ કિયારા અને સિદ્ધાર્થે તેના સંબંધોને જાહેર કર્યા નહોતા. બંને એકબીજાને સારા મિત્રો જ ગણાવતા જ હતા. હવે રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે, બંનેનું બ્રેકઅપ થઇ ગયું છે. સિદ્ધાર્થ અને કિયારા ઘણા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ અલગ થયાં છે. હાલ તો બંનેના અલગ થવાનું કારણ જાણી શકાયું નથી. ફેન્સ તેના લગ્નની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. કિયારા અને સિદ્ધાર્થે આઉટિંગ પર ઘણી વાર સાથે સ્પોટ થયા હતા.
બ્રેકઅપે લોકોનું દિલ તોડી નાખ્યું
કપલની નજીકના એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે, ‘સિદ્ધાર્થ અને કિયારા અલગ થઈ ગયાં છે. કપલે એકબીજાને મળવાનું પણ બંધ કરી દીધું છે. તેમના અલગ થવા પાછળનું કારણ કપલને વધુ સારી રીતે ખબર છે. પરંતુ તેમના બ્રેકઅપે લોકોનું દિલ તોડી નાખ્યું છે.’ સૂત્રો તરફથી જાણવવા મળ્યું છે કે, ‘સિદ્ધાર્થ અને કિયારાનું બોન્ડિંગ ખૂબ જ સારું હતું. એક સમય એવો હતો જ્યારે દરેકને લાગતું હતું કે બંને લગ્નગ્રંથિથી બંધાઈ જશે. પરંતુ આ સંબંધ લગ્ન સુધી પહોંચી શક્યો નહોતો.’
કિયારા આગામી ફિલ્મ ‘ભૂલભૂલૈયા-2’ દેખાશે
સિદ્ધાર્થના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો એક્ટર રોહિત શેટ્ટીની સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં જોવા મળશે. આ સિરીઝ ‘એમેઝોન પ્રાઈમ વીડિયો’ પર રિલીઝ થશે. તો કિયારા તેની આગામી ફિલ્મ ‘ભૂલભૂલૈયા-2’માં જોવા મળશે. કિયારા અને સિદ્ધાર્થે 2021માં આવેલી ફિલ્મ ‘શેરશાહ’માં સાથે કામ કર્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Crime દિલ તૂટ્યાં; લગ્નની ખબરો વચ્ચે બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીનું થયું બ્રેકઅપ?