Face Of Nation 03-06-2022 : સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં પોલીસે હરિયાણાથી 2 યુવકોની ઝરપકડ કરી છે. તેમને ફતેહાબાદ જિલ્લામાંથી પકડવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પકડાયેલા આરોપીઓ પવન બિશ્નોઈ અને ખાન છે. બંને મુસેવાલા હત્યાકાંડ સાથે જોડાયેલા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુસેવાલાની હત્યામાં ઉપયોગમાં લેવાયેવી બોલેરો ગાડીનું તેમની સાથે કનેક્શન છે. આ દરમિયાન દિલ્હી પોલીસની એક સ્પેશિયલ ટીમ હત્યારાઓની તપાસ માટે નેપાળ પણ ગઈ છે. તો બીજીતરફ કોરોલા સાથે આ જ બોલેરોમાં આવેલા શૂટર્સની મુસેવાલાની હત્યા કરી હતી. આ બંને સામે મોગામાં હત્યા કેસ પણ નોંધાયો છે. આ સિવાય પોલીસે ગેંગસ્ટર લોરેન્સનું પ્રોડક્શન વોરન્ટ પર તિહાડ જેલથી લાવીને પૂછપરછની તૈયારી કરી લીધી છે. હવે તેના દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ પાસે 5 દિવસનો વોરન્ટ ખતમ થવાની રાહ જોવામાં આવી રહી છે.
મુસેવાલાની હત્યા અમારી ગેંગે કરી : લોરેન્સ
દિલ્હી પોલીસની પૂછપરછમાં લોરેન્સ બિશ્નોઈએ કબુલ કર્યું છે કે, આ અમારી ગેંગના સભ્યોએ જ મુસેવાલાની હત્યા કરાવી છે. લોરેન્સે વધુમાં કહ્યું કે, કોલેજ સમયથી જ વિક્કી મિદ્દુખેડા મારા મોટા ભાઈ જેવો હતો. અમારા ગ્રૂપે તેના મોતનો બદલો લીધો છે. લોરેન્સે પૂછપરછમાં કહ્યું છે કે, આ વખતે આ મારુ કામ નથી, કારણકે હું સતત જેલમાં બંધ હતો અને ફોનનો ઉપયોગ કરતો નહતો. પરંતુ હું સ્વીકારુ છું કે, સિદ્ધુ મુસેવાલાની હત્યા અમારી ગેંગે કરી છે. લોરેન્સના ગુનો કબુલ કરતા એ સ્પષ્ટ થઈ ગયું છે કે, કેનેડામાં બેઠેલા ગોલ્ડી બરાડ સિવાય તેની ગેંગને જેલની બહારથી ઓપરેટ કરનાર સચીન બિશ્નોઈ પણ સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સામેલ હતો.
કોરોલા જેલમાં બંધ ગેંગસ્ટર મનપ્રીત મન્ની છે
જે કોરોલા ગાડીમાં શાર્પ શૂટર આવ્યા તેની પોલીસે તપાસ કરી લીધી છે. આ કોરોલા જેલમાં બંધ ગેંગસ્ટર મનપ્રીત મન્ની છે. જેણે બઠિંડામાં ગેંગસ્ટર તુલબીર નરુઆણાનું મર્ડર કર્યું હતું. ગેંગસ્ટર લોરેન્સનો ખાસ માણસ સંપત નેહરા પણ તિહાડ જેલમાં બંધ હતો. તેની પણ પ્રોડક્શન વોરન્ટ પર લાવીને લાંબી પૂછપરછ કરવામાં આવી છે. જોકે હવે તેને પાછો તિહાડ જેલ મોકલી દેવામાં આવ્યો છે.
લોરેન્સને લાવશે પોલીસ, હાઈકોર્ટે અરજી નકારી
પંજાબ પોલીસ હવે ગેંગસ્ટર લોરેન્સને પ્રોડક્શન વોરન્ટ પર લાવશે. લોરેન્સે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમાં તેણે પંજાબ પોલીસને પ્રોડક્શન વોરન્ટ ના આપવાની માંગ કરી હતી. જોકે પંજાબ સરકારે કહ્યું છે કે, હજી FIRમાં નામ નોંધવામાં નથી આવ્યું અને પ્રોડક્શન વોરન્ટ પણ માંગ્યું નથી. આ દલીલ પછી હાઈકોર્ટે લોરેન્સની અરજી ફગાવી દીધી છે જોકે પોલીસે મુસેવાલાની હત્યામાં જે ફરિયાદ નોંધી છે તેમાં પિતાના નિવેદનમાં લોરેન્સનું નામ છે. તે આધારે પોલીસ તેનું પ્રોડક્શન વોરન્ટ માંગશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).