Face Of Nation: સિક્કિમ ડેમોક્રેકિટ ફ્રન્ટ (એસડીએફ)ના દસ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. તમામ ધારાસભ્યો મંગળવારે ભાજપમાં જોડાયા. આ દરમિયાન ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપના મહાસચિવ રામ માધવ હાજર રહ્યા હતા.
સિક્કિમ વિધાનસભા ચૂંટણીમાં પવન કુમાર ચામલિંગની પાર્ટી એસડીએફના 15 ધારાસભ્યો જીત્યા હતા. તેમાંથી 10 ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા છે. હાલમાં રાજ્યમાં સિક્કિમ ક્રાંતિકારી મોર્ચા (એસકેએમ)ની સરકાર છે અને પ્રેમ સિંહ તમાંગ રાજ્યના મુખ્યમંત્રી છે. સિક્કિમમાં અત્યાર સુધી ખાતું ના ખોલી શકનાર ભાજપના એક જ ઝાટકે 10 ધારાસભ્ય થઇ ગયા.સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટે પૂર્વોત્તરના મુખ્ય રાજ્ય સિક્કિમ પર 25 વર્ષ સુધી શાસન કર્યું. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા અને મહાસચિવ રામ માધવની હાજરીમાં મંગળવારના રોજ પાર્ટીના સંસ્થાપક તથા પાંચ વખતના મુખ્યમંત્રી ચામલિંગ સહિત 5 બીજા ધારાસભ્યોને છોડી બધા જ ભાજપમાં જોડાઇ ગયા. ભાજપ સિક્કિમ વિધાનસભા ચૂંટણીમાં એક પણ સીટ જીતી શકયું નહોતું, પરંતુ હવે ભાજપના ત્યાં 10 ધારાસભ્યો થઇ ગયા છે.