Face Of Nation 24-05-2022 : મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લા હોસ્પિટલમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લા હોસ્પિટલમાં એક મહિલાએ એક, બે નહીં પણ ચાર ચાર બાળકોને જન્મ આપ્યો છે. મહિલાએ ત્રણ પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો. પરિવારના લોકોએ બાળકોના જન્મ પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે અમને ચાર ગણી ખુશી મળી છે. કિરનાપુર તાલુકાના જરાહી ગામની 26 વર્ષની પ્રીતિ મેશ્રામે એક સાથે 4 બાળકોને જન્મ આપ્યો છે. ચારેય બાળકોને માતા સ્વસ્થ છે. બાલાઘાટ જિલ્લામાં પહેલી વખત 4 બાળકોનો એક સાથે જન્મ થયો છે, અને તે તમામ સ્વસ્થ છે. જિલ્લા હોસ્પિટલમાં ડોકટરની ટીમે સફળ ઓપરેશન કર્યું. તેમજ સિવિલ સર્જન તેમજ હોસ્પિટલના અધિકારી ડૉ. સંજય ધબડગાંવે જણાવ્યું કે એક વિશેષ ટીમે સોમવારે સવારે 11 વાગ્યે 26 વર્ષની પ્રીતિ મેશ્રામનું ઓપરેશન કર્યું. ચારે બાળકોને એનસીયૂમાં રાખવામાં આવ્યા છે. હાલ ચારેય બાળકો સ્વસ્થ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).