Home News મૂસેવાલા પંચમહાભૂતમાં વિલીન; પિતાએ પાધડી ઉતારીને લોકોનો આભાર માન્યો; મૂસેવાલાની અંતિમ યાત્રા...

મૂસેવાલા પંચમહાભૂતમાં વિલીન; પિતાએ પાધડી ઉતારીને લોકોનો આભાર માન્યો; મૂસેવાલાની અંતિમ યાત્રા તેમની પસંદગીના ટ્રેક્ટરમાં નીકળી!

Face Of Nation 01-06-2022 : જાણીતા પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલા પંચમહાભૂતમાં વિલીન થયા છે. માનસા જિલ્લાના મૂસાગાંવ સ્થિત તેમના જ ખેતરમાં તેમનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. મૂસેવાલાની અંતિમ યાત્રામાં તેમના ફેન્સ મોટા પ્રમાણમાં ભેગા થયા હતા. તેઓ તેમની છેલ્લી ઝલક જોવા માંગતા હતા. મૂસેવાલાના પિતા બલકૌર સિંહ અને મા ચરણ કૌરે પોતાના સ્ટાર સિંગર પુત્રને વિદાઈ આપવા આવેલા ફેન્સનો હાથ જોડીને ધન્યવાદ માન્યો. પિતાએ પોતાની પાધડી ઉતારીને ફેન્સનો આભાર માન્યો. મૂસેવાલાના અંતિમ સંસ્કાર વાળી જગ્યાએ હાલ પંજાબ સરકાર મુર્દાબાદના નારા લાગ્યા હતા. ​​​તેમના ફેન્સ તેમની સિક્યોરિટી હટાવવા અને તેની માહિતી જાહેર કરવાના કારણે સરકારથી નારાજ છે.
હાઈકોર્ટના સીટિંગ જજ તપાસ કરશે
મૂસેવાલા હત્યાકાંડની તપાસ હવે હાઈકોર્ટના સીટિંગ જજ કરશે. પંજાબના ગૃહ સચિવ અનુરાગ વર્માએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રારને પત્ર લખ્યો છે. મૂસેવાલાના પિતા બાલકૌર સિંહે આ માગ કરી હતી.
શબ આખી રાત મોર્ચરીમાં જ રાખ્યું
સિદ્ધુ મૂસેવાલાની હત્યા પછી મોટી સંખ્યામાં તેમના ફેન મૂસા પહોંચી રહ્યા છે. એને ધ્યાનમાં રાખીને પોલીસે કડક બંદોબસ્ત કર્યો છે. બઠિંડા રેન્જના IG પીકે યાદવ અને બઠિંડાના SSP જે. અલેનચેજિયનને માનસાના SSP ગૌરવ તૂરાની સાથે જ રાખવામાં આવ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને શબને આખી રાત હોસ્પિટલની મોર્ચરીમાં રાખવામાં આવ્યું છે. આજે સવારે લગભગ સાડા આઠ વાગ્યે શબને પરિવારને સોંપવામાં આવશે.
સિક્યોરિટી કાપ લીક પર હાઈકોર્ટે જવાબ માગ્યો
સિક્યોરિટી કાપ લીક પર હાઈકોર્ટે પંજાબ સરકાર પાસે જવાબ માગ્યો છે. પૂર્વ ડેપ્યુટી સીએમ ઓપી સોનીએ આ અંગે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું કે માન સરકારે રાજકીય બદલના ભાગરૂપે સિક્યોરિટી પરત લઈ લીધી. એ પછી આ અંગેની માહિતીને સાર્વજનિક કરી દીધી. એને કારણે બધા માટે સુરક્ષાનો ખતરો સર્જાયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).