Face Of Nation 27-02-2022 : ભારતે ત્રીજી ટી-ટ્વેન્ટી મેચમાં શ્રીલંકાને 6 વિકેટથી હરાવ્યું છે. ટીમ ઈન્ડિયા સામે 147 રનનો ટાર્ગેટ હતો, જેને એકતરફ અંદાજે 19 બોલ પહેલા 4 વિકેટ ગુમાવીને ટીમે ચેઝ કરી લીધો છે.
શ્રેયસ અય્યર T20 સિરીઝની ત્રણેય મેચમાં અર્ધ સદી ફટકારી
શ્રેયસ અય્યર T20 સિરીઝની ત્રણેય મેચમાં અર્ધ સદી ફટકારી આ મેચનો (69) ટોપ સ્કોરર રહ્યો હતો. તમને જણાવી દઈએ કે ભારતે સતત 12મી જીત સાથે આ ફોર્મેટમાં અફઘાનિસ્તાનના સૌથી વધુ જીતના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
શ્રીલંકાની શરૂઆત ખરાબ
પહેલા બેટિંગ કરતા શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી અને પહેલી ઓવરમાં જ ઈન્ડિયન ટીમે શાનદાર બોલિંગ કરી હતી. ઈનિંગની પહેલી ઓવરમાં જ મોહમ્મદ સિરાજે દનુષ્કા ગુણથિલકાને બોલ્ડ કરી દીધો હતો. તેની બીજી ઓવરમાં જ આવેશ ખાને ગત મેચના હિરો પાથુમ નિસાંકા (1)ને આઉટ કર્યો હતો. એટલું જ નહીં આવેશે ત્યારપછી ચરિથ અસલંકા (4)ની વિકેટ લેતાની સાથે જ શ્રીલંકાના બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી. શ્રીલંકા વિરૂદ્ધ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ અને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 6 T20 મેચ રમી અને દરેક મેચમાં રોહિત એન્ડ ટીમે જીત દાખવી છે. જોકે સતત 2 T20માં મળેલી હાર પછી શ્રીલંકા બાઉન્સ બેક કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ભારતે શનિવારે બીજી T20 મેચમાં શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું હતું. જ્યારે પહેલી મેચમાં શ્રીલંકાને 62 રનથી હરાવ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).