Home News કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની ફરી ‘કોરોના પોઝિટીવ’, કહ્યું કે મારા સંપર્કમાં આવેલા...

કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની ફરી ‘કોરોના પોઝિટીવ’, કહ્યું કે મારા સંપર્કમાં આવેલા લોકો પોતાનો ટેસ્ટ કરાવી લે!

Face Of Nation 19-06-2022 : દેશમાં ધીરેધીરે કોરોના વાઈરસના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. તેવામાં કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની ફરી કોરોના વાઈરસથી સંક્રમિત થઈ છે. તેમને પોતાના ટવીટર પર ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. સ્મૃતિ ઇરાનીએ ટવીટ કર્યું કે, રાજેન્દ્રનગરમાં આયોજિત કાર્યક્રમમાં નહીં આવવા માટે હું ત્યાંના નાગરિકોની માફી માગું છું, કારણ કે હું કોરોનાથી સંક્રમિત થઈ છું. હું રાજેન્દ્રનગરના લોકોને રાજેશ ભાટિયાજીને વોટ આપવા અને દિલ્હીને ભાજપને જીતાડવની અપીલ કરું છું. આ અગાઉ સ્મૃતિ ઇરાની 2020માં કોરાનાથી સંક્રમિત થયા હતા.
પેટાચૂંટણી માટે 23મી જૂને મતદાન
દિલ્હીના રાજેન્દ્રનગર વિધાનસભામાં પેટાચૂંટણી માટે 23મી જૂને મતદાન થવાનું છે, જ્યાં ભાજપના ઉમેદવાર રાજેશ ભાટિયાના સમર્થનમાં એક ચૂંટણી સભામાં સ્મૃતિ ઇરાની આવવાના હતા પરંતુ કોરોના પોઝિટીવ આવતા આવી શક્યા નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).