Home News ‘દિલ્હી પોલીસને સલામ’; પોલીસે પાંચ ગૌ તસ્કરોની 22 કિલોમીટર સુધી ‘ફિલ્મી સ્ટાઈલ’થી...

‘દિલ્હી પોલીસને સલામ’; પોલીસે પાંચ ગૌ તસ્કરોની 22 કિલોમીટર સુધી ‘ફિલ્મી સ્ટાઈલ’થી પીછો કરીને કરી ધરપકડ, જુઓ Video

https://youtu.be/G2pxKnoIukE

Face Of Nation 11-04-2022 : દિલ્હી નજીક ગુરુગ્રામમાંથી ગૌરક્ષકો અને પોલીસે પાંચ ગૌ તસ્કરોની 22 કિલોમીટર સુધી ફિલ્મી સ્ટાઈલથી પીછો કરીને ધરપકડ કરી હતી. વાહનનું ટાયર સળગી ગયા બાદ પણ ગૌ તસ્કરોએ ગાડીને રિમ ઉપર દોડાવી હતી અને ભાગી છૂટવા માટે મરણીયા પ્રયત્ન કર્યાં હતા. આ ઉપરાંત ગૌરક્ષકો તથા પોલીસના વાહનો અકસ્માત થાય તે માટે પૂરપાટ 100 કિલોમીટરથી વધુ ઝડપે દોડી રહેલી ગાડીમાંથી એક પછી એક ગાયોને ફેકતાં હતા અને સતત ફાયરિંગ કરતાં રહ્યા હતા.
ગાડીમાંથી ગાયોને નીચે ફેકી રહ્યા હતા
ગાયોને બચાવવાના અભિયાન સાથે જોડાયેલા કાર્યકર્તાએ જણાવ્યું હતું કે દિલ્હીમાં કેટલાક ડેરી માલિકોએ વહેલી સવારે માહિતી આપી હતી કે કેટલાક ગૌ તસ્કરો પશુઓની ચોરી કરવાની યોજના ધરાવે છે. ત્યારબાદ પોલીસ તથા તેમની ટીમ દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર પર તસ્કરોને પકડવા ઝૂંબેશ હાથ ધરી હતી. જ્યારે ગુનેગારોનું વાહન આવ્યું ત્યારે તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેઓ 100 કિમીની ઝડપે ગાડીને ભગાડી હતી આ ઉપરાંત તેમણે પોતાની પાસે રહેલા હથિયારોથી ફાયરિંગ પણ કર્યું હતું. આ ઉપરાંત ગાડીમાંથી ગાયોને નીચે ફેકી રહ્યા હતા. આ ઘટનામાં ગાયોને ગંભીર ઈજા પહોંચી હતી.
6 તસ્કરો ચોરીછૂપીથી ગાયોને લઈ જઈ રહ્યા હતા
ક્રાઈમ બ્રાંચના DCP રાજીવ દેશવાલે જણાવ્યું હતું કે, 6 તસ્કરો ચોરીછૂપીથી ગાયોને લઈ જઈ રહ્યા હતા ત્યારે ગૌરક્ષકોને આ ઘટનાની જાણ થઈ ગઈ હતી, જેમણે બાદમાં પોલીસને જાણ કરી હતી અને તેમનો પીછો કરવામાં આવ્યો હતો. જ્યારે ગૌ તસ્કરો ચોતરફથી ઘેરાઈ ગયા ત્યારે એક તસ્કરે ફ્લાઈઓવર ઉપરથી કુદકો લગાવ્યો હતો, જોકે પાંચ તસ્કરોની ધરપકડ કરી લેવામાં આવી હતી. ધરપકડ કરાયેલ પાંચેય વ્યક્તિની ખાલિદ, તસલીમ, બલ્લુ, શાહીદ અને યાહયા તરીકે ઓળખ કરવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).