Home Gujarat ભક્તોમા સ્વંય થયો “ચમત્કાર” : બોટાદમાં ગોતેશ્વર મહાદેવના મંદિરમાં ‘સાપ ગળતીમા’ બિરાજમાન...

ભક્તોમા સ્વંય થયો “ચમત્કાર” : બોટાદમાં ગોતેશ્વર મહાદેવના મંદિરમાં ‘સાપ ગળતીમા’ બિરાજમાન થતાં ભક્તો દર્શન માટે ઉમટ્યા, જુઓ Video

https://youtube.com/shorts/D9xMGzK1ykM

Face Of Nation 25-06-2022 : બોટાદ શહેરમાં હરણકુઈ વિસ્તારમાં નવહથ્થુ હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે. જેમાં હનુમાનજી મહારાજ સાથે ગોતેશ્ર્વર મહાદેવ પણ બિરાજમાન છે. આજરોજ ઢળતી બપોરે કોબ્રા જેને લોક ભાષામાં કાળોતરો સાપ તરીકે ઓળખવામાં આવે છે. આ સાપ મહાદેવ મંદિરમાં પ્રવેશી શિવલિંગ ઉપર લગાવેલી ગળતીમા જઈ બેઠો હતો. આ દષ્ય પૂજારી તથા દર્શને આવેલ શ્રદ્ધાળુઓએ નિહાળતાં આ વાત વાયુ વેગે મા પ્રસરી જતાં લોકો -શ્રદ્ધાળુઓના ટોળેટોળાં ઉમટ્યા હતા.
શ્રદ્ધામાં પુરાવાઓની જરૂર નથી હોતી
ભગવાન શિવનાં કંઠનુ આભૂષણ એટલે સર્પ અને આ નાગ આપમેળે શિવલિંગ કે શિવ સબંધિત બાબતો સાથે જોડાય ત્યારે ભક્તોમા સ્વંય ચમત્કાર થયો ગણી આ ઘટનાને નિહાળવા પડાપડી કરતાં હોય છે. ત્યારે કંઈક આવી જ ઘટના અહીં ઘટવા પામી હતી. કાળોતરા સાપે ગળતી પર ફેણ માંડી આગંતુક ભક્તોને દર્શન આપ્યાં હતાં. આ ઘટનાને નઝરે નિહાળી લોકો પણ પોતાની જાતને ધન્ય ગણી હતી. આ મંદિરના પૂજારીએ નાગ દેવતાની આરતી ઉતારી ધૂપ-દિપ અર્પણ કરી દૂધનું પાત્ર ધર્યું હતું એ સાથે યુવાનોએ સમગ્ર ઘટનાને મોબાઈલમાં રેકોર્ડ કરી સોશ્યિલ મીડિયામાં વાઈરલ કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).