Home News ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટીવના આટલા કેસો નોંધાયા અને મુત્યુના આંકડામાં...

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટીવના આટલા કેસો નોંધાયા અને મુત્યુના આંકડામાં પણ વઘારો નોંધાયો

Face Of Nation, 24-11-2021: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ભારતમાં સતત ત્રીજા દિવસે 10 હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં સળંગ 47માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 150માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 9283 નવા કેસ નોંધાયા છે અને 437 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 10949 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 537 દિવસની નીચલી સપાટી 1,11,481 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે.

દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4972 કેસ નોંધાયા છે અને 57 સંક્રમિતોના મોત થયા છે. મંગળવારે ભારતમાં 7579 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે દેશમાં 8488 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.દેશમાં અત્યાર સુધીમાં 118,44,23,573 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 76,58,203 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.

ભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 17 હજાર 696
કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 39 લાખ 57 હજાર 698
એક્ટિવ કેસઃ 1 લાખ 11 હજાર 481
કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 66 હજાર 584.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)