Home Uncategorized રશિયામાં VPNની માંગ 668% વધી; રશિયન સરકારે Instagram-Facebook પર લગાવ્યો પ્રતિબંધ!

રશિયામાં VPNની માંગ 668% વધી; રશિયન સરકારે Instagram-Facebook પર લગાવ્યો પ્રતિબંધ!

Face Of Nation 14-03-2022 : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયન સરકારે મેટાની માલિકીની ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે. ઈન્સ્ટાગ્રામ પહેલા ફેસબુક પર રશિયામાં પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ઉપરાંત, ટિકટોક પર પણ રશિયામાં આંશિક રીતે પ્રતિબંધ છે, એટલે કે, ટિકટોકના વપરાશકર્તાઓ પહેલાથી અપલોડ કરેલા વીડિયો જોઈ શકે છે, પરંતુ નવા વીડિયો અપલોડ કરી શકતા નથી, જોકે રશિયામાં યુટ્યુબ અને ટેલિગ્રામ જેવી એપ્સનો ઉપયોગ હજુ પણ થઈ રહ્યો છે.
VPNનો ઉપયોગ વિશ્વના ઘણા દેશોમાં મોટાપાયે થાય છે
વિશ્વની તમામ સરકારોની જેમ રશિયાએ પણ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ જે રીતે વિશ્વના અન્ય દેશોના લોકો પ્રતિબંધ વચ્ચે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, તે જ રીતે રશિયાના લોકો પણ છે. કોઈપણ સાઈટ પર પ્રતિબંધ પછી વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક (VPN)ની માંગ વધી જાય છે અને રશિયામાં પણ આવું જ થયું છે. આપને જણાવી દઈએ કે VPNનો ઉપયોગ ચીન અને ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં મોટા પાયે થાય છે. પ્રતિબંધ પછી, રશિયામાં VPNની માંગ 668% વધી છે.
રશિયાએ સોશિયલ મીડિયા પર શા માટે પ્રતિબંધ મૂક્યો?
યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ મેટાએ જણાવ્યું હતું કે તે રશિયન વપરાશકર્તાઓ માટે તેની હેટ સ્પીડની પોલિસીમાં ફેરફાર કરી રહ્યું છે. આ ફેરફાર બાદ રશિયન યુઝર્સ ફેસબુક પર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ હિંસક અને ઉશ્કેરણીજનક પોસ્ટ કરી શકે છે. પોલિસીમાં આ ફેરફાર બાદ રશિયન સરકારે મેટાની એપ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ બંને પર પ્રતિબંધ લગાવી દીધો છે. રશિયાની સ્વતંત્ર સમાચાર એજન્સી ઈન્ટરફેક્સે અહેવાલ આપ્યો છે કે, રશિયન પ્રોસીક્યુટર જનરલની ઓફિસે રશિયન કોર્ટને મેટાને ઉગ્રવાદી સંગઠન તરીકે વર્ગીકૃત કરવા કહ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).