Home News ગુજરાતે એક હાસ્ય કલાકાર ગુમાવ્યો : રૂપાણીના રાજીનામાં બાદ સોશિયલ સાઈટો ઉપર...

ગુજરાતે એક હાસ્ય કલાકાર ગુમાવ્યો : રૂપાણીના રાજીનામાં બાદ સોશિયલ સાઈટો ઉપર રમુજી કોમેન્ટો વાયરલ

Face Of Nation, 11-09-2021 : વિજય રૂપાણીના રાજીનામાં બાદ સોશિયલ સાઈટો ઉપર રમુજી કોમેન્ટોની ભરમાર જામી છે. ગુજરાતે એક હાસ્ય કલાકાર ગુમાવ્યો થી લઈને હવે અંગ્રેજી બોલને કે ફાંફા નહીં પડેગા જોરશોરથી વાયરલ થઇ રહ્યું છે. આ સાથે જ નરેન્દ્ર મોદીના ડુપ્લિકેટનો બસ પકડતો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે. “હમ રાજી ખુશીથી રાજી નામા‌ દેતા હે, હિન્દી ભાષાપ્રેમીઓને રૂપાણીની ખોટ સાલશે” સાથે જ નીતિન પટેલને લઈને પણ એક ફોટો કોમેન્ટ સાથે વાયરલ થયો છે.ગુજરાતમાં રૂપાણીના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રી અને નવી સરકારની રચના માટેની કાર્યવાહી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં 15 મહિના બાદ વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી ભાજપ હાઈકમાન્ડ નવી સરકારની રચનામાં જ્ઞાતિ આધારે મંત્રીમંડળ બનાવી શકે છે. ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. છેલ્લા દોઢ વર્ષના કોરોનાકાળમાં રૂપાણી સરકારની કામગીરીથી પ્રજા નારાજ હોવાના રિપોર્ટના આધારે મુખ્યમંત્રીપદેથી રૂપાણીનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. હવે નવા મુખ્યમંત્રી અને નવું મંત્રીમંડળ રચવા માટે કમલમ ખાતેના ભાજપ કાર્યાલયમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. 2022માં ભાજપે 150+ બેઠકો મેળવવા માટેનો લક્ષ્યાંક રાખ્યો છે ત્યારે ગુજરાતનું મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ વિવિધ જ્ઞાતિના મતદારોની ટકાવારી અને 2017માં ભાજપે ગુમાવેલી બેઠકોના આધારે બનાવાની પ્રક્રિયા ચાલી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)