ફેસ ઓફ નેશન, 16-04-2020 : અમદાવાદના ભાડજમાં એક યુવકે પોલીસ કાર્યવાહીમાં અવરોધરૂપ કામગીરી કરી હતી. પોલીસ કાયદાનું પાલન કરાવવા પહોંચી હતી ત્યારે એક યુવક તેના મોબાઈલ દ્વારા વિડીયો ઉતારી પોલીસની કામગીરીમાં વિક્ષેપ નાખી રહ્યો હતો. જેને લઈને પોલીસે આ યુવકને વિડીયો નહીં ઉતારવા જણાવ્યું હતું. પોલીસના આદેશથી ઉશ્કેરાયેલા આ યુવકે જેમફાવે તેમ બોલવાનું શરૂ કરી દીધું હતું. જેને લઈને પોલીસે તેની ધરપકડ કરી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ભાડજ શાકમાર્કેટમાં કેટલાક શાકવાળા સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન કરતા તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ પહોંચી હતી. પોલીસ આ લોકોને માઈકથી સૂચના આપી રહી હતી અને નિયમોનું પાલન કરવા સમજાવી રહી હતી. જેમાં સોલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.જે.રાણા અને તેમનો સ્ટાફ સામેલ હતો. જો કે આ સમયે ત્યાં હાજર સૌરભ પટેલ નામના વ્યક્તિએ તેના મોબાઈલમાં સમગ્ર કાર્યવાહીનું વિડીયો રેકોર્ડિંગ કરવાનું શરુ કર્યું હતું. જો કે પોલીસને આ અંગે જાણ થતા તેને વિડીયો બંધ કરવા જણાવ્યું હતું. જેને લઈને આ યુવક ઉશ્કેરાયો હતો અને જેમ ફાવે તેમ બોલવા લાગ્યો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી કરી હતી. પોલીસે અહીંથી 13 જેટલા શાકભાજી વાળાઓ ઉપર ગુનો નોંધ્યો હતો. આ તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યા વિના લોકોના ટોળા કરીને શાકભાજી વેચી રહ્યા હતા. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
કોટ વિસ્તારમાં કર્ફ્યુનો અમલ શરૂ, RAF, BSF સહિતની ટુકડીઓ તૈનાત
અમદાવાદ : 13 દિવસમાં 10 બાળકી સહીત 14 બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો