Face Of Nation 26-04-2022 : શનિવાર, 30મી એપ્રિલના રોજ સૂર્ય ગ્રહણ થશે, પરંતુ તે ભારતમાં જોવા મળશે નહીં. કેમ કે તે સમયે અહીં રાત હશે. આ કારણે ભારતમાં ગ્રહણને લગતી ધાર્મિક માન્યતાઓ અને સૂતક વગેરેનું મહત્ત્વ રહેશે નહીં. જે જગ્યાએ ગ્રહણ જોવા મળે નહીં, તે સ્થાને સૂતક પાળવામાં આવતું નથી. જેથી ગ્રહણ અંગે કોઈપણ પ્રકારની શંકામાં પડવું નહીં. આ દિવસે પૂજા-પાઠને લગતાં બધા જ કામ કરવામાં આવી શકશે. તમે ઇચ્છો તો નદી સ્નાન અને દાન-પુણ્ય વગેરે શુભ કામ કરી શકો છો. 30મી એપ્રિલ અને પહેલી મેના વચ્ચેના સમયગાળામાં મોડી રાતે સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ દક્ષિણ અમેરિકા, દક્ષિણ પ્રશાંત મહાસાગર વગેરે જગ્યાએ જોવા મળી શકે છે. આ દેશોમાં ગ્રહણ સમયે દિવસ રહેશે. ભારત સમય પ્રમાણે 30મી એપ્રિલની રાતે 12.15 વાગ્યાથી સૂર્યગ્રહણ શરૂ થશે જે પહેલી મેના રોજ વહેલી સવારે 4.08 વાગે પૂર્ણ થશે.
સૂર્યગ્રહણ અને શનિશ્ચરી અમાસનો યોગ
30મી એપ્રિલના રોજ સૂર્યગ્રહણ સાથે જ શનિશ્ચરી અમાસ રહેશે. જ્યારે શનિવારે અમાસ આવે છે ત્યારે તેને શનિશ્ચરી અમાસ કહેવામાં આવે છે. આ દિવસે અમાસને લગતા બધા જ શુભ કામ કરવામાં આવી શકશે. કેમ કે આપણે ત્યાં ગ્રહણને લગતા નિયમ માન્ય રહેશે નહીં. અમાસના દિવસે પવિત્ર તીર્થમાં સ્નાન અને દર્શન કરવાનું ખાસ મહત્ત્વ છે. શનિદેવની પૂજા કરો. તેલ, બૂટ-ચપ્પલ, કાળા તલ વગેરેનું દાન કરી શકાય છે. આ સિવાય જ્યોતિષમાં ચંદ્રની સોળ કળામાંથી એક કળા અમા છે. અમાનો અર્થ છે નજીક અને વસ્યાનો અર્થ રહેવું છે. તેનો શાબ્દિક અર્થ નજીક રહેવું છે. આ તિથિએ ચંદ્ર દેખાતો નથી. આ તિથિના સ્વામી પિતૃઓ હોય છે. અમા નામની કળાનો ક્ષય થતો નથી. માન્યતા છે કે આ કળામાં અન્ય બધી જ કળાઓની શક્તિ રહે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).