Face Of Nation, 09-08-2021 : આજે શ્રાવણ મહિનાના પ્રારંભનો પ્રથમ સોમવાર દેવાધિદેવ મહાદેવને અતિપ્રિય હોય છે. મહાદેવની ઉપાસના કરવાથી નવગ્રહ ઘડતરમાં રાહત લાગશે તેમજ માનસિક ચિંતામાં પણ ઘટાડો થાય છે. ભક્તો દ્વારા શિવને પ્રસન્ન કરવા માટેનો આ મહિનો વિશેષ મહત્વ ધરાવે છે. જાણીતા જ્યોતિષ શાસ્ત્રી રાજેશભાઈ જોષી (સંતોષીકૃપા જ્યોતિષ, સંપર્ક : 9825921916) અહીં જણાવી રહ્યા છે કે રાશિ મુજબ શિવની પૂજા કઈ વસ્તુ દ્વારા કરવી જોઈએ. આ માસમાં મહાદેવની પૂજા કરવામાં આવે તો દેવોના દેવ મહાદેવ ભક્તોને સુખ-સમૃદ્ધિ-પ્રતિષ્ઠા-સાહસ આપે છે. મહાદેવ ખૂબજ દયાળુ છે, પણ આપણી ભક્તિમાં શુદ્ધ ભાવ હોવો જોઈએ.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ભગવાન શિવ ત્રણ રાશિ પર તેમની વિશેષ કૃપા આપે છે. જેમાં મેષ, મકર અને કુંભ રાશિનો સમાવેશ થાય છે. (લાઈવ દર્શન મંદિરના સમય પ્રમાણે શરૂ થશે)
રાશિ પ્રમાણે આ રીતે કરો પૂજા
(1)મેષ રાશિ : મધ અને દૂધથી શિવજીનો અભિષેક કરવો જોઈએ. તેમજ લાલ ચંદન અને લાલ રંગના ફૂલ ચડાવવા જોઈએ.
(2)વૃષભ રાશિ : રાશિના જાતકોએ દહીંની સાથે સાકર નાખીને શિવજીનો અભિષેક કરવો જોઈએ. દરરોજ શિવની સ્તુતિ,વંદના ગાવી તેમજ શિવના નામની પાંચ માળા કરવી.
(3)મિથુન રાશિ : શુદ્ધ જળ સાથે બિલિપત્રનો અભિષેક કરવાથી આ રાશિના જાતકોને લાભ થાય છે. ‘ઓમ નમ: શિવાય’ના જાપ કરવા.
(4) કર્ક રાશિ : આ રાશિના જાતકોએ ગંગાજળ, ભાંગ, સાકાર મિશ્ર કરેલ દૂધ શિવલિંગ પર ચડાવવું.ધતુરાના ફૂલ શિવના ચરણોમાં અર્પણ કરવા.
(5) સિંહ રાશિ : શુદ્ધ જળ સાથે સફેદ, લાલ ફૂલથી શિવજી પર અર્પણ કરવા જેનાથી મહાદેવ અતિ ખુશ થઇ જશે. ચંદનનો લેપ કરવો.
(6)ક્ન્યા રાશિ : આ રાશિના જાતકોએ પાણીનો અભિષેક કરવો તેમજ ઓમ નમ: શિવાયના ૧૦૧ વખત જાપ કરવા. ત્યાર બાદ શિવલિંગ પર અખરોટ મુકવો.
(7)તુલા રાશિ : અતર, ગાયનું ઘી, સાકરવાળું દૂધ શિવને ચડાવવું. મીઠાઈનો ભોગ ધરવો. નવુ ધોતિયુ અર્પણ કરવુ.
(8) વૃશ્ચિક રાશિ : મધ અને પાણીનું મિશ્રણ કરીને તેમા અત્તર નાખીને જળાભિષેક કરવો. શિવલિંગને સુખડનો લેપ કરવો.
(9) મકર રાશિ : તેલનો દીવો કરવો. ઘી, સાકાર,મધ દૂધમાં ઉમેરી દૂધ અને પાણીનો અભિષેક કરવો. નાના બાળકોને ચોકલેટ પ્રસાદ તરીકે આપવી.
(10) કુંભ રાશિ : શુદ્ધ જળ સાથે સરસવના તેલથી શિવજીને અભિષેક કરવો. કોઈપણ પ્રકારના ફૂલ અર્પણ કરવા.
(12) મીન રાશિ : શુદ્ધ જળ સાથે ગંગાજળ ઉમેરી તેમાં કેસરનું નાખી પાણી ચડાવવું અથવા કેસરનું દૂધ ચડાવવું. સુગંધીદાર અગરબતી કરવી.
(13) ધન રાશિ : શ્રાવણ માસમાં દરરોજ શિવલિંગ પર બિલી પત્ર અને આંકડાના ફૂલ ચઢાવો. આ રાશિના સ્વામી દેવતાઓના ગુરૂ વૃહસ્પતિ છે. શિવલિંગ પર પીળા રંગની વસ્તુ જેમકે પીળા ફૂલ ચઢાવો. પ્રસાદમાં ચણાની દાળ અને બેસનના લાડુનો ભોગ ચઢાવો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)