ફેસ ઓફ નેશન, 21-07-2020 : કોરોનાના કારણે આજે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ હોવા છતાં તમામ શિવાલયો બંધ રાખવામાં આવ્યા છે. જો કે સોમનાથ મહાદેવ મંદિર કેમ ખુલ્લું રાખવામાં આવ્યું તે અંગે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. અહીં મહાદેવના દર્શને આવેલા ભક્તો ઉપર પોલીસે લાઠી ચાર્જ કર્યો છે. શિવભક્તો ભોળાનાથના દર્શન કરવા આવ્યા હતા પરંતુ તેમને પોલીસની લાઠીનો પ્રસાદ ખાવાનો વારો આવ્યો છે.
સોમનાથ મહાદેવના મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી અને કોરોનાની ગાઈડલાઈનના લીરે લીરા ઉડ્યા હતા. મંદિર પરિસરમાં ધક્કામુક્કી અને ટોળાશાહીના દ્રશ્યો સામે આવ્યાં હતા જેને લઈને પોલીસે ભક્તો પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરતાં ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. જેના કારણે પોલીસ અને ભક્તો વચ્ચે મારામારીની ઘટના બની હતી. સવાલ એ થાય છે કે ડાકોર, કુબેરભંડારી સહિતના મંદિરો બંધ રાખવામાં આવ્યાં છે તો પછી સોમનાથ મંદિર કેમ ખુલ્લુ રાખવામાં આવ્યું છે? (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
સારા સમાચાર : ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કોરોનાની વેક્સીનના સફળ પરિક્ષણનો દાવો કર્યો