Face Of Nation:ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં 10 લોકોની હત્યાનો મામલો શાંત થતો નથી લાગી રહ્યો. આ ઘટનાના પીડિતોથી મળવાને લઈ મક્કમ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને વહિવટીતંત્રએ સોનભદ્ર જવાની મંજૂરી નથી આપી. બીજી તરફ મિર્જાપુર સ્થિત ચુનાર ગેસ્ટહાઉસમાં જે પ્રિયંકા રોકાયેલી છે, જ્યાં પીડિત પરિવારોના પરિજનોએ આવીને તેમની સાથે મુલાકાત કરી. પીડિત મહિલાઓને મળી પ્રિયંકા ગાંધી ખૂબ ભાવુક થઈ ગયા. તેઓએ મહિલાઓને ભેટીને આશ્વાસન આપ્યું. આ દરમિયાન પ્રિયંકાના આંખોમાં આંસુ છલકાઈ આવ્યા.
અગાઉ પ્રિયંકાએ સ્પષ્ટ કહી દીધું હતું કે, જ્યાં સુધી તેઓ પીડિત પરિવારોને નથી મળતા, ત્યાં સુધી પરત નહીં જાય. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, હું કાયદાનું ઉલ્લંઘન નથી કરવા માંગતી. મેં વહિવટીતંત્રને કહ્યું છે કે જો સોનભદ્રમાં કલમ 144 લાગુ છે તો બીજા કોઈ સ્થળે મારી સાથે મુલાકાત કરાવી શકે છે.પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેઓ પીડિત પરિવારોને મિર્જાપુર કે વારાણસીમાં પણ મળી શકે છે. તેઓએ કહ્યું કે, એકવાર પીડિતોને મળી લઉં પછી જતી રહીશ, પરંતુ તેમને મળ્યા વગર ક્યાંય નહીં જઉં.આ પહેલા શનિવાર સવારે તેઓએ એક ટ્વિટ કરીને પૂછ્યું હતું કે, આ આંસુઓને લૂછવા અપરાધ છે?