Home Politics સોનિયા ગાંધીએ 5 રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ પાસે માંગ્યું રાજીનામું, સિદ્ધુ પણ સામેલ

સોનિયા ગાંધીએ 5 રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ પાસે માંગ્યું રાજીનામું, સિદ્ધુ પણ સામેલ

Face Of Nation 15-03-2022 : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં થયેલા પરાજય પછી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાંચ રાજ્યના પાર્ટી પ્રમુખોને રાજીનામું આપવાનો નિર્દેશ આપ્યો છે. પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જાણકારી આપી છે. પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના પાર્ટીના અધ્યક્ષોને કહ્યું છે કે, તે પીસીસીના પુર્નગઠન માટે પોતાનું રાજીનામું આપે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મળેલા પરાજયની સમીક્ષા માટે કોંગ્રેસ મહાસચિવ અને યૂપી પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા દિલ્હીમાં બેસીને બેઠક કરી રહ્યા છે. રાજનીતિમાં સામેલ થયા પછી તરત પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા હતા અને યૂપીમાં પાર્ટીના સ્તરને ઉપર ઉઠાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. પ્રિયંકાએ યૂપીમાં ચલાવેલા હાઇ વોલ્ટેજ અભિયાન ‘લડકી હું લડ શકતી હું’ છતા પાર્ટી રાજ્યમાં ફક્ત બે સીટો જ મેળવી શકી હતી. 2017માં કોંગ્રેસને સાત સીટો જીતવામાં સફળતા મળી હતી. 2 સીટો સાથે પાર્ટીનો વોટ શેર ઘટીને ફક્ત 2.5 ટકા રહી ગયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).