Face Of Nation 01-06-2022 : એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યો છે. EDએ મનિ લોન્ડરિંગ કેસમાં બંનેને 8 જૂને પૂછપરછ માટે હાજર રહેવા કહ્યું છે. કોંગ્રેસે જણાવ્યું છે કે, સોનિયા ગાંધી પૂછપરછમાં સામેલ થશે. જો રાહુલ દિલ્હીમાં હશે તો તેઓ પણ પૂછપરછમાં સામેલ થશે. એજન્સીએ નેશનલ હેરાલ્ડ કેસની તપાસમાં બંને નેતાઓને સામેલ થવા કહ્યું છે. આ કેસમાં ED કોંગ્રેસના 2 મોટા નેકા પવન બંસલ અને મલ્લિકાર્જુન ખડગેને ગઈ 12મી એપ્રિલે તપાસમાં સામેલ કર્યા હતા. 2014માં સુબ્રમણ્યમ સ્વામીએ સોનિયા અને રાહુલ સામે કેસ નોંધાવ્યો હતો. તેમાં સ્વામીએ ગાંધી પરિવાર પર 55 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો.
કોંગ્રેસે નોટિસ મળતા કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર
કોંગ્રેસે નોટિસ મળતા કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, તાનાશાહ સરકાર ડરી ગઈછે. તેથી જ બદલાની ભાવનાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, સરકાર બદલો લેવાની ઈચ્છામાં ગાંડી થઈ ગઈ છે. નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલને EDએ સમન્સ મોકલ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).