Home Politics ઉત્તર પ્રદેશ:સોનભદ્ર જતા પ્રિયન્કા ગાંધીને અટકાવ્યા તો નોંધાવ્યા ધરણા

ઉત્તર પ્રદેશ:સોનભદ્ર જતા પ્રિયન્કા ગાંધીને અટકાવ્યા તો નોંધાવ્યા ધરણા

Face Of Nation:ઉત્તર પ્રદેશ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને શુક્રવારે સોનભદ્ર જતી વખતે 25 કિલોમીટર પહેલા જ નારાયણ પોલીસ સ્ટેશન ખાતે રોકી લેવામાં આવ્યા હતા. તંત્રની આવી કાર્યવાહી બાદ પ્રિયંકાએ કહ્યું કે, હું ત્યાં જાઉં તેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તેવું કંઈ જ નથી. પ્રિયકાએ સવાલ કર્યો કે મને કયા કાયદા હેઠળ રોકવામાં આવી છે? જે બાદમાં તે ધરણા પર બેસી ગયા હતા ધરણા પર બેસી ગયા બાદ પ્રિયંકા ગાંધીએ માંગણી કરી હતી કે મને જિલ્લા તંત્રના અધિકારીની કોપી બતાવવામાં આવે કે મને કયા નિયમ હેઠળ રોકી રાખવામાં આવી છે? મેં ત્યાં સુધી કહ્યું કે મારી સાથે ફક્ત ચાર લોકો હશે. છતાં તંત્ર મને ત્યાં જવાની મંજૂરી નથી આપી રહ્યું. તેમણે અમને જણાવવું જોઈએ કે શા માટે અમારી અટકાયત કરવામાં આવી છે. અમે અહીં શાંતિથી બેસી રહીશું. આ મામલે ઉત્તર પ્રદેશ ડીજીપીએ કહ્યુ કે પ્રિયંકા ગાંધીની ધરપકડ નથી કરવામાં આવી. ડીજીપી ઓફિસના જણાવ્યા પ્રમાણે સોનભદ્રમાં હાલ કલમ 144 લાગૂ છે. તેમજ કોંગ્રેસ તરફથી કોઈ મંજૂરી લેવામાં આવી નથી.

કહેવામાં આવી રહ્યું છે કે સોનભદ્રના મૂર્તિયા ગામમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. પોલીસ પ્રિયંકા ગાંધીની અટકાયત કરીને તેમને ચુનાર ગેસ્ટ હાઉસ લઈ ગઈ હતી. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે મને નથી ખબર કે મને ક્યાં લઈ જવામાં આવી રહી છે, પરંતુ તેઓ જ્યાં પણ લઈ જશે, અમે તૈયાર છીએ. અમે નમતું નહીં જોખીએ. આ પહેલા પ્રિયંકા ગાંધી વારાવણી પહોંચીને ટ્રોમા સેન્ટરમાં ગયા હતા. અહીં મૂર્તિયા ગામના ઇજાગ્રસ્તોને સારવાર માટે રાખવામાં આવ્યા છે.