Home Sports ભારે હડકંપ : સૌરવ ગાંગુલીનું BCCI અધ્યક્ષ પદ પરથી રાજીનામું નહીં; “દાદા”એ...

ભારે હડકંપ : સૌરવ ગાંગુલીનું BCCI અધ્યક્ષ પદ પરથી રાજીનામું નહીં; “દાદા”એ લખ્યું- લોકોની સેવાનું કાર્ય કરવા માગુ છું, જય શાહે સ્પષ્ટતા કરી- અધ્યક્ષ પદથી રાજીનામું આપ્યું નથી!

Face Of Nation 01-06-2022 : BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના એક ટ્વિટથી બુધવારે ભારે હડકંપ મચી ગયો હતો. સૌરવે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે વર્ષ 2022 મારી ક્રિકેટ યાત્રાનું 30મું વર્ષ છે. હવે હું કંઈક એવું કરવા માગુ છું કે જેથી લોકોની સેવા માટે યોગદાન આપી શકાય. આ ટ્વિટ બાદ એવું કહેવામાં આવતું હતું કે સૌરવે BCCI અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. જોકે થોડીવાર બાદ બોર્ડના સેક્રેટરી જય શાહે સ્પષ્ટતા કરી કે સૌરવ ગાંગુલીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપ્યું નથી. સૂત્રોએ જણાવ્યું છે કે ગાંગુલી રાજકીય ક્ષેત્રમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. ગાંગુલીને ભારતના સૌથી સફળ કેપ્ટન પૈકીના એક માનવામાં આવે છે. ગાંગુલીએ કહ્યું- હું નવી ઈનિંગની તૈયારી કરી રહ્યો છું.
ટ્વિટમાં લખ્યુ- સફરમાં સાથ આપનારનો આભાર
ગાંગુલીએ ટ્વિટમાં લખ્યું કે વર્ષ 1992માં મારી ક્રિકેટની જર્ની શરૂ થઈ હતી. વર્ષ 2022માં તેના 30 વર્ષ પૂરા થયા છે. ક્રિકેટે મને ઘણુબધુ આપ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે તેણે મને તમારા સૌનું સમર્થન આપ્યું છે. હું એવી તમામ વ્યક્તિનો આભાર વ્યક્ત કરું છું કે જેણે આ સફરમાં મારો સાથ આપ્યો છે અને જ્યાં આજે હું છું ત્યાં પહોંચવામાં મારી મદદ કરી છે. આજે હું કંઈક નવી શરૂઆત કરવાની યોજના ઘડી રહ્યો છું. મને લાગે છે કે મારી આ શરૂઆતથી ઘણા બધા લોકોને મદદ મળશે. હું મારા જીવનના આ નવા અધ્યાયમાં તમારા સમર્થનની આશા રાખું છું
રાજકારણમાં નવી ઈનિંગ શરૂ કરી શકે છે
અત્રે ઉલ્લેખનીય છે કે કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલમાં સંસ્કૃતિક મંત્રાલય તરફથી આયોજીક એક કાર્યક્રમમાં સામેલ થવા આવેલા ગૃહમંત્રી અમિત શાહે સૌરવ સાથે મુલાકાત કરી હતી. તે સમયે ગૃહમંત્રીએ સૌરવના ઘરે ગયા હતા અને ત્યાં સાથે ડિનર પણ કર્યું હતું. દરમિયાન સુર્વેદુ અધિકારી તથા ભાજપના અન્ય કેટલાક નેતાઓ પણ ડિનરમાં ભાગ લીધો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).