Face of Nation 13-12-2021: દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાષ્ટ્રપતિ કાર્યાલયે માહિતી આપી કે તેમને હળવા લક્ષણો છે અને સારવાર હેઠળ છે. રામાફોસાએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. જ્યાં સુધી તેઓ સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી તે સેલ્ફ-આઇસોલેશનમાં રહેશે. ત્યાં સુધી રાષ્ટ્રપતિની જવાબદારી ઉપરાષ્ટ્રપતિ ડેવિડમબુજા સંભાળશે.
કેપટાઉનમાં એક કાર્યક્રમમાંથી પરત ફર્યા બાદ રામાફોસાની તબિયત બગડવા લાગી હતી, ત્યારબાદ તેને ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યા છે. ગયા મહિને, ઓમિક્રોન વેરિયન્ટ પ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યો હતો. આ વેરિયન્ટ વધુ ચેપી હોવાના સમાચાર પછી આખી દુનિયામાં હાહાકાર મચી ગયો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને રવિવારે કહ્યું કે ઓમિક્રોન કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટ કરતાં વધુ ચેપી છે. તે વેક્સિનની અસરકારકતા પણ ઘટાડે છે. જો કે, પ્રારંભિક માહિતી અનુસાર, દર્દી પર તેના લક્ષણો વધુ દેખાતા નથી. સમગ્ર વિશ્વમાં સામે આવ્યો છે તે કોરોનાના નવા વેરિયન્ટ માટે ડેલ્ટા વેરિયન્ટ જ જવાબદાર છે . WHOએ કહ્યું કે 9 ડિસેમ્બર સુધીમાં ઓમિક્રોન 63 દેશોમાં ફેલાઈ ગયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)