Home News સપાના MLC પુષ્પરાજ જૈન પમ્પીના ત્યાં આવકવેરાના દરોડા

સપાના MLC પુષ્પરાજ જૈન પમ્પીના ત્યાં આવકવેરાના દરોડા

Face of Nation 31-12-2021: ઉત્તર પ્રદેશના કન્નૌજમાં આવકવેરા વિભાગે સમાજવાદી પાર્ટીના એમએલસી અને અત્તરના વેપારી પુષ્પરાજ જૈન ઉર્ફે પમ્મીના ઠેકાણા પર દરોડા માર્યા છે. આ ઉપરાંત કન્નૌજમાં મોહમ્મદ યાકુબ પર્ફ્યૂમ ઉપર પણ દરોડાની કાર્યવાહી ચાલુ છે. સવારે 7 વાગ્યાથી રેડની કાર્યવાહી ચાલુ છે.

અત્રે જણાવવાનું કે આવકવેરા વિભાગની રેડ કન્નૌજમાં સપાના MLC પુષ્પરાજ જૈન ઉર્ફે પમ્પીના ઘર અને ઓફિસ પર પડી છે. પિયુષ જૈનના ઠેકાણા પર જીએસટીની રેડ દરમિયાન પમ્પી જૈનનું નામ સામે આવ્યું હતું. પમ્પી જૈનનો અત્તર, પેટ્રોલ પંપ અને કોલ્ડ સ્ટોરેજનો વેપાર છે. પિયુષ જૈનના ત્યાં જીએસટી રેડ દરમિયાન પમ્પી જૈને નિવેદન આપ્યું કે પિયુષ જૈન સાથે તેમને કોઈ સંબંધ નથી.

નોંધનીય છે કે અત્તર વેપારી પિયુષ જૈનના ઘરેથી દરોડાની કાર્યવાહી દરમિયાન 200 કરોડ રૂપિયા કેશ મળી હત્યા. એવા પણ રિપોર્ટ્સ હતા કે આ જ પી જૈને સમાજવાદી અત્તર બનાવ્યું હતું પરંતુ આ સાચું નથી. સમાજવાદી અત્તર બનાવનારા પી જૈન એ પુષ્પરાજ જૈન ઉર્ફે પમ્પી છે. આજે આ પી જૈનના ઠેકાણા પર દરોડાની કાર્યવાહી ચાલું છે. આ સંયોગ છે કે પુષ્પરાજ જૈન અને પિયુષ જૈનનું ઘર કન્નૌજમાં એક જ રોડ પર છે. બંનેના ઘર વચ્ચે માત્ર 500 મીટરનું અંતર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).